ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં SGSTએ 1101 કરોડના બીલિંગ કૌભાંડના મુખ્ય સૂત્રધાર પ્રતાપ ડોડિયાની ધરપકડ કરી - Input Tax Credit

સેન્ટ્રલ જીએસટી સુરત કચેરીએ દેશના 10 રાજ્યના 23 શહેરોમાં ફેલાયેલું રાષ્ટ્રીય સ્તરનું રૂ. 154 કરોડની ઈનપુટ ટેક્સ ક્રેડિટ ચોરીનું કૌભાંડ ઉઘાડું પાડયું છે. 206 જેટલી બોગસ પેઢીના આધારે બોગસ બિલો ઈશ્યુ કરી કૌભાંડીઓએ રૂ. 1101 કરોડના બીલો ફેરવ્યા હતા, જેના આધારે સરકારી તિજોરીમાંથી રૂ. 154 કરોડની ટેક્સ ક્રેડિટ જીએસટી લીધી હતી. આ કેસમાં સીજીએસટી વિભાગે કરણ પ્રતાપ ડોડિયા નામના આરોપીની ધરપકડ કરી છે.

સુરતમાં SGSTએ 1101 કરોડના બીલિંગ કૌભાંડના મુખ્ય સૂત્રધાર પ્રતાપ ડોડિયાની ધરપકડ કરી
સુરતમાં SGSTએ 1101 કરોડના બીલિંગ કૌભાંડના મુખ્ય સૂત્રધાર પ્રતાપ ડોડિયાની ધરપકડ કરી

By

Published : Dec 10, 2020, 1:11 PM IST

  • સુરતમાં સ્ટેટ જીએસટી વિભાગનો સપાટો
  • SGSTએ બીલિંગ કૌભાંડના આરોપીને પકડી પાડ્યો
  • આરોપી સુરતમાં 40 બોગસ યુનિટો ચલાવતો હતો

સુરતઃ સીજીએસટી પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કરણ પ્રતાપ ડોડિયા સુરતમાં 40 બોગસ યુનિટો ચલાવતો હતો, જે ખરેખર અસ્તિત્વ ધરાવતા નહોતા ડોડિયાએ કુલ 206 જેટલા બોગસ રજિસ્ટ્રેશનના આધારે બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા, જે તમામને કરણ ઓપરેટ કરતો હતો. 11 પેઢીઓમાં કરણ ડોડિયાએ રૂ. 7.17 કરોડની બોગસ ક્રેડિટ લઈ અને પેઢીઓને 4.91 કરોડની ક્રેડિટ પાસઓન કરી હતી.

10 રાજ્યોના 23 શહેરોમાં 206 બોગસ પેઢી બનાવી
વડોદરાના ઈન્ટેલિજન્સ ઓફિસર નાઈનના આધારે કરાયેલી તપાસમાં બહાર આવ્યું હતું કે. કૌભાંડના સૂત્રધાર કરણ ડોડિયાએ 10 રાજ્યોના 23 શહેરોમાં 206 બોગસ પેઢી બનાવી હતી. સુરત સીજીએસટી દ્વારા બોગસ બિલ અને ખોટી રીતે ઈનપુટ ટેક્સ ક્રેડિટ લેવા સંબંધોનો મેં દશરથ ટ્રેડિંગના સામે કેસ કર્યો છે દશરથ રેટિંગ દ્વારા 798 કરોડની બોગસ ક્રેડિટ પાસવર્ડ કરાઇ હોવાનું બહાર આવ્યું છે...

1101 કરોડના બોગસ બિલો ઈશ્યુ થયા હતા

કોભાંડોએ જીએસટીઆર 3બીની જવાબદારી પૂરી કર્યા વિના જ જીએસટીઆર 1 ફાઈલ કર્યા હતા. આ રીતે 1101 કરોડના બોગસ બિલો ઈશ્યુ થયા હતા, જેના આધારે 154 કરોડની ઈનપુટ ટેક્સ ક્રેડિટ ઉસેટી લેવામાં આવી હતી. કરણ ડોડિયાની ધરપકડ કર્યા બાદ કોવિડ ટેસ્ટ કરાવી તેને કોર્ટમાં રજૂ કરી 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details