ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ 101 પૈકી 43 દર્દીની આંખો પર ગંભીર અસર જોવા મળી - સુરત ન્યૂઝ

કોરોનાની સારવાર લેનારા અનેક દર્દીઓમાં મ્યુકોરમાઈકોસિસ નામની ગંભીર બીમારીના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. હાલ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ 101 પૈકી 43 દર્દીની આંખો પર ગંભીર અસર જોવા મળી. 43માંથી 6 દર્દી ખાનગી હોસ્પિટલમાં આંખનું ઓપરેશન (આંખ કઢાવી) કરાવી સિવિલમાં આવ્યા છે. જ્યારે ‘ટ્રાન્સટ્ટટેનિયસ રેટ્રોબલ્બર એમ્ફોટેરિસિન-બી' પ્રોસિજર બાદ સિવિલમાં દાખલ બે દર્દીની આંખમાં સુધારો જોવા મળ્યો છે. મ્યુકોરમાઈકોસિસનો ચેપ ખૂબ ઝડપથી સંક્રમણ ફેલાવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

મ્યુકોરમાઈકોસિસનો ચેપ ઝડપથી સંક્રમણ ફેલાવતા લોકોમાં ભયનો માહોલ
મ્યુકોરમાઈકોસિસનો ચેપ ઝડપથી સંક્રમણ ફેલાવતા લોકોમાં ભયનો માહોલ

By

Published : May 24, 2021, 11:39 AM IST

  • 101 પૈકી 43 દર્દીની આંખો પર ગંભીર અસર જોવા મળી
  • 6 દર્દી ખાનગી હોસ્પિટલમાં આંખનું ઓપરેશન કરાવી સિવિલમાં આવ્યા
  • મ્યુકોરમાઈકોસિસનો ચેપ ઝડપથી સંક્રમણ ફેલાવતા લોકોમાં ભયનો માહોલ

સુરત: જિલ્લામાં કોરોના સંક્રમણ વચ્ચે હવે મ્યુકરમાઇકોસિસનો કહેર વધી ગયો છે. એક બાજુ કોરોનાના કેસો ઓછા થયા છે ત્યારે બીજી બાજુ બ્લેક ફંગસના કેસોમાં વધારો નોંધાયો છે. માત્ર સિવિલ હોસ્પિટલમાં હાલ દાખલ 101 પૈકી 43 દર્દીની આંખો પર ગંભીર અસર જોવા મળી છે. જેમાં 22 દર્દીની આંખ બચાવવા સિવિલના તબીબો દ્વારા ‘ટ્રાન્સટ્ટટેનિયસ રેટ્રોબલ્બર એમ્ફોટેરિસિન-બી' પ્રોસિઝર દ્વારા પ્રયાસ ચાલી રહ્યાં છે. આ ‘ટ્રાન્સટ્ટટેનિયસ રેટ્રોબલ્બર એમ્ફોટેરિસિન-બી' પ્રોસિજર બાદ સિવિલમાં દાખલ બે દર્દીની આંખમાં સુધારો પણ જોવા મળ્યો છે. આંખો પર ગંભીર અસર હોય તેવા દાખલ 43માંથી 6 દર્દી ખાનગી હોસ્પિટલમાં આંખ કઢાવી સિવિલમાં આવ્યા છે.

101 પૈકી 43 દર્દીની આંખો પર ગંભીર અસર જોવા મળી

આ પણ વાંચો: મ્યુકોરમાયકોસિસ મહામારી જાહેર થતા પ્રોટોકોલ પ્રમાણે તેની સારવાર થશે

‘ટ્રાન્સફૂટેનિયસ રેટ્રોબલ્બર એમ્ફોટેરિસિન-બી' પ્રોસિજર

ચહેરાના ઓપરેશનના છ-સાત દિવસ પછી MRI કરી આંખના ભાગે કેટલા પ્રમાણમાં ચેપ છે. તેની તપાસ કરી આંખ બચાવી શકાતી હોય તો ‘ટ્રાન્સફૂટેનિયસ રેટ્રોબલ્બર એમ્ફોટેરિસિન-બી' પ્રોસિજર એટલે કે, આંખના ગોળાની આજુબાજુમાં છ દિવસે ત્રણ ઇન્જેક્શન અપાય છે. આવા 22 દર્દીને હાલ આ પ્રકારની સારવાર અપાઈ રહી છે. જેમાં એક 60 વર્ષીય મહિલા અને 55 વર્ષીય આધેડની આંખમાં સુધારો જણાયો છે.

આ પણ વાંચો: જામનગરમાં દરરોજ એવરેજ 5 મ્યુકોરમાયકોસિસના કેસ નોંધાયા

કેસની વિગત સિવિલ સ્મીમેર
નવા કેસ 5 7
દાખલ દર્દી 111 42
કુલ દર્દી 125 130
નવા ઓપરેશન 1 1
કુલ ઓપરેશન 50 15
નવા મોત 1 00
કુલ મોત 8 5

તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરવો

મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સંપૂર્ણ કાળજી રાખવા માટે ENT વિભાગના ડો. રાહુલ પટેલ, આંખ વિભાગના ડો. કુંજન પટેલ અને મેડિસિન વિભાગના ડો. વિતાંત પટેલની એક ટીમ અર્થાત મ્યુકોર બોર્ડ’ સતત ઓબ્ઝર્વેશન કરી રહ્યું છે. લોકોને તબીબો અપીલ કરી રહ્યા છે કે કોઈ પણ તકલીફ દર્દીને જણાઈ તો તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરવો જ જોઈએ. જેથી દર્દીને અન્ય કોઈ તકલીફ ન ઉભી થાય. હાલ તંત્ર દ્વારા આ તમામ દર્દીઓ પર ધ્યાન આપાઈ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details