ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં ફૂટપાથ પર સુતેલી 7 વર્ષિય બાળકીને લઈ જઈને નરાધમને દુષ્કર્મ આચર્યું - CCTV

સુરતના જૂના લાલ ગેટ પાસે આદિવાસી પરિવારની માસુમ બાળા દુષ્કર્મનો શિકાર બની હતી. મધરાત્રે માતા પાસે સુતેલી સાત વર્ષિય બાળકીને ઉપાડી લઈ જઈને નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને પકડી પાડ્યો હતો. તેમજ બાળકીનું તબીબી પરીક્ષણ કરાવ્યું હતું.

સુરતમાં ફૂટપાથ પર સુતેલી સાત વર્ષિય બાળકીને લઈ જઈને નરાધમને દુષ્કર્મ આચર્યું
સુરતમાં ફૂટપાથ પર સુતેલી સાત વર્ષિય બાળકીને લઈ જઈને નરાધમને દુષ્કર્મ આચર્યું

By

Published : Feb 17, 2021, 5:08 PM IST

  • સુરતમાં દુષ્કર્મની ઘટના સામે આવી
  • સૂતેલી બાળકીને નરાધમ ઉઠાવી ગયો
  • પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો

સુરત:જૂના લાલ ગેટ પાસે માસુમ બાળા દુષ્કર્મનો શિકાર બની હતી. મધરાત્રે માતા પાસે સુતેલી સાત વર્ષિય બાળકીને ઉપાડી લઈ જઈને નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને પકડી પાડયો હતો. તેમજ બાળકીનું તબીબી પરીક્ષણ કરાવ્યું હતું.

15 ફેબ્રુઆરીની મધરાત્રે નરાધમે દુષ્કર્મ આચર્યું

સુરત શહેરના જુની લાલગેટ ત્રણ રસ્તા પાસે 15 ફેબ્રુઆરીની મધરાત્રે સાત વર્ષિય બાળકી માતા સાથે ફૂટપાથ પર સુતી હતી. ત્યારે જમ્મુ પઠાણ નામનો યુવક બાળકીનું મોઢું દબાવીને ઉપાડી ગયો હતો. અહીં નજીકમાં આવેલા મેરેજ શોરૂમના ફૂટ પાસે બાળકીને લઈ જઈને બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

માતાએ સ્થાનિક લોકો સાથે મળીને આરોપીનેશોધખોળ પણ આદરી

આ દરમિયાન જમ્મુ ભાગી છૂટ્યો હતો. બાળકીએ સમગ્ર હકીકત જણાવતા માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. માતાએ સ્થાનિક લોકો સાથે મળીને મોઢાની શોધખોળ પણ આદરી હતી. જોકે, તેનો કોઈ પત્તો નહીં લાગતા સમગ્ર મામલો લાલગેટ પોલીસ મથકમાં પહોંચ્યો હતો. લાલગેટ પોલીસે ઘટનાસ્થળના CCTV ફૂટેજ મેળવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તેમજ ગણતરીના કલાકોમાં આરોપી જમ્મુ પઠાણને પકડી પાડ્યો હતો. લાલગેટ પોલીસે આ કેસમાં દુષ્કર્મ, અપહરણ અને અટ્રોસિટી એક્ટ ગુનો નોંધીને જમ્મુ પઠાણની ધરપકડ કરી હતી.

પોલીસે આરોપીને અગાઉ પણ તડીપાર કર્યો હતો

જમ્મુ પઠાણ રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ મારપીટ અને ધમકીના ગુના નોંધાઈ ચૂક્યા છે. પોલીસે તેને અગાઉ તડીપાર પણ કર્યો હતો. પોલીસે બાળાનું તબીબી પરીક્ષણ કરાવ્યું હતું તેમજ વધુ તપાસ SC-ST સેલના ACP આર.કે ઝાલા કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details