સુરત : BCCI દ્વારા આયોજીત વિવિધ ટુર્નામેન્ટમાં સુરત SDCA ના કુલ 46 ખેલાડીઓની (Surat Player in Ranji Trophy) પસંદગી કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં મહિલાઓની પણ પસંદગી કરવામાં આવી છે. રણજી ટ્રોફી અંડર 23,19,16 મેચ 22મી જુનથી (Selection of Surat Players) અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર છે. આર્ય દેખાઈએ ગત સિઝનમાં અંડર - 19માં સુકાની તરીકે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. તેને કારણે તેનું રણજી ટ્રોફીમાં (BCCI Tournament) પસંદગી કરવામાં આવી છે.
આ ટુર્નામેન્ટમાં મહિલાઓની પસંદગી - આ ઉપરાંત આ ટુર્નામેન્ટમાં મહિલાઓની પણ પસંદગી કરવામાં આવી છે. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનના મહિલાઓમાંથી રેણુકા ચૌધરી, કૃતિકા ચૌધરી, લીલા પટેલ અને મૈત્રી પટેલ એમ કુલ ચાર ખેલાડીઓની સિનિયર મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આ જ અસોસિએશનના શ્વેતા ચૌધરી, કરીના પટેલ, લીના પટેલ અને જયા રામુ એમ કુલ 4 મહિલા ખેલાડીઓની અંડર- 23માં પસંદગી કરવામાં આવી છે. તે ઉપરાંત ક્રિષ્ના પટેલ, રાજવી પટેલ, ઝીલ મીઠાઈવાલા, શ્રેયા ખલાસી, દિયા જરીવાલા, એષા પટેલ, અક્ષા પરમાર (Women Players in Surat Tournament) અને લિસા પટેલ એમ કુલ 8 મહિલાઓની અંડર - 19માં પસંદગી કરવામાં આવી છે.
સુરતના ખેલાડીઓની રણજી ટ્રોફી અને અંડર-19માં -રણજી ટ્રોફીમાં સુરતના કુલ 6 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તેમાં 4 ખેલાડીઓ બીજી વખત પસંદગી કરવામાં આવી છે. ત્યારે બે ખિલાડીઓ આર્ય દેખાઈ અને સેન પટેલ જેઓ અંડર- 19માં પણ સિલેક્શન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રણજીત ટ્રોફીમાં (Surat District Cricket Association) પણ પસંદગી કરવામાં આવી છે. આર્ય દેખાઈએ ગત સીઝનમાં અંડર - 19માં સુકાની (Tournament Under 19) તરીકે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જેને કારણે તેનું રણજી ટ્રોફીમાં પસંદગી કરવામાં આવી છે. તે ઉપરાંત સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનના ત્રણ કોચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.