સુરત:સુરતની સિવિલ સરકારી નર્સિંગ કોલેજની (Civil Government Nursing College Surat) 6 વિદ્યાર્થિનીઓ (Selection of 3 nursing students Surat in AIIMS) હવે દેશના અલગ અલગ રાજ્યોમાં આવેલી 18 એઈમ્સ ઈન્સ્ટીટયુટની હોસ્પિટલોમાં (18 will serve in hospitals of Aims Institute) ફરજ બજાવશે. તે માટે સરકારી નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ ડો.ઈન્દ્રાવતી રાવે તેમને શુભેચ્છા પાઠવી હતી.
એઈમ્સની રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા પાસ કરવામાં સફળતા મેળવી
વિદ્યાર્થિનીઓએ કોવિડના કપરા કાળમાં પણ સિવિલમાં સેવા આપી હતી. તેમજ સતત અભ્યાસથી એઈમ્સની રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા (National level AIIMS exam) પાસ કરવામાં સફળતા મેળવી છે. આ વિદ્યાર્થિનીઓને નોકરી સાથે પરીક્ષાની તૈયારી શરૂ રાખવામાં નર્સિગ કોલેજનો ઉમદા સાથસહકાર મળ્યો છે.
બે વિદ્યાર્થિનીઓએ કોઈપણ પ્રકારનું કોચિંગ લીધા વિના પરીક્ષામાં સફળતા હાંસલ કરી
સિવિલ હોસ્પિટલના સરકારી નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ ડો.ઈન્દ્રાવતી રાવે જણાવ્યું હતું કે, NORCET પરીક્ષામાં પસંદગી પામેલ સુરતની બે વિદ્યાર્થિનીઓએ કોઈપણ પ્રકારનું કોચિંગ લીધા વિના પરીક્ષામાં સફળતા હાંસલ કરી છે.
સરકારી કોલેજનું શિક્ષણ અન્ય કોલેજ કરતા ઉત્કૃષ્ટ
સરકારી કોલેજનું શિક્ષણ અન્ય કોલેજ કરતા ઉત્કૃષ્ટ છે એ વાતને આ વિદ્યાર્થિનીઓ સાબિત કરી રહ્યા છે. પરીક્ષાર્થીઓને કોલેજ તરફથી શક્ય એટલી સંપૂર્ણ મદદ અને સહકાર આપવામાં આવ્યાં હતાં.
સુરત નર્સિંગ કોલેજના મહત્તમ વિદ્યાર્થિનીઓ સફળતા મેળવે છે
સુરત નર્સિંગ કોલેજના મહત્તમ વિદ્યાર્થિનીઓ સફળતા મેળવે અને કોલેજ અને પરિવારનું નામ રોશન કરે એવા કોલેજ સ્ટાફના પ્રયત્ન હરહંમેશ રહેશે.
કોવિડ સમયે કરેલી કામગીરી પણ પરીક્ષામાં ઉપયોગી બની
પરીક્ષામાં સફળ થયેલ સુરતના વિદ્યાર્થિની રાધા વ્યાસ જણાવ્યું હતું કે, હું છેલ્લા પાંચ વર્ષથી આ પરીક્ષાની તૈયારી કરી રહી હતી. નોકરી પૂર્ણ કરી આઠ કલાક અભ્યાસ માટે આપતી હતી. ઉપરાંત કોવિડ સમયે કરેલી કામગીરી પણ પરીક્ષામાં ખૂબ ઉપયોગી બની છે. અભ્યાસની સાથે મેળવેલું પ્રેક્ટિકલ જ્ઞાન પણ અતિ ઉપયોગી બન્યું છે.
સિવિલ હોસ્પિટલની સરકારી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કર્યો
પરીક્ષામાં સફળ થયેલ નવસારીના બિલીમોરા તાલુકાના નાંદરખા ગામના પ્રિયંકા મૌર્ય તેમણે પણ આજ સિવિલ હોસ્પિટલની સરકારી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારી નર્સિંગ કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરી પી.પી. સવાણી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવું છું.
નર્સિંગનો અભ્યાસ કરાવવામાં પિતાજીનું મોટું યોગદાન
નાંદરખા ગામમાં મારા પિતા અનાજ કરિયાણાની દુકાન ચલાવી પરિવારનું ભરણપોષણ કરે છે, નર્સિંગનો અભ્યાસ કરાવવામાં પિતાજીનું મોટું યોગદાન છે. નર્સિંગનો અભ્યાસ પુર્ણ કરી હું સ્ટાફ નર્સ તરીકે નોકરીમાં જોડાઈ ગઈ હતી.