- શહેર પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
- સુરતમાં 30 ડિસેમ્બરથી કલમ 144 લાગુ
- ચારથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ
સુરત: સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા આજરોજ સોમવારે એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યા મુજબ આગામી 30 ડિસેમ્બર 2020થી 13 જાન્યુઆરી 2021 સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. જે મુજબ ચારથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સુરત શહેરમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ તેમજ આગામી દિવસોમાં આવતાં તહેવારો, શહેરમાં યોજાતા ધરણા/રેલીઓને ધ્યાને લઈ જાહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યથાવત રહે તે માટે શહેર પોલીસ કમિશનર અજય તોમરે જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.