- શહેરમાં ફાયર વિભાગનું ફાયર સેફ્ટીને લઈને કડકાઈ ભર્યું વલન
- ફાયર સેફ્ટીના સાધનો અપુરતા હોવાના કારણે સીલ મારવામાં આવ્યા
- ફાયર વિભાગ દ્વારા 1400થી વધુ દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટને સીલ માર્યા
સુરત:શહેરમાં છેલ્લા 5 દિવસથી ફાયર વિભાગ દ્વારા સતત સીલ મારવાની કામગીરી ચાલુ જ છે. સુરતના અલગ અલગ વિસ્તારોમાં ફાયર વિભાગની અલગ અલગ ટીમો દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. જેતે સ્થળે હોટલ, દુકાન તથા તેમના ગોડાઉન, ઓફિસ, રેસ્ટોરન્ટ, શોપિંગ કોમ્પ્લેક્સમાં, જ્યાં પણ ફાયર વિભાગ દ્વારા આપવામાં આવેલા ફાયર સેફ્ટીને લઈને નોટિસની અવગણના કરવામાં આવી હોય ત્યાં, ફાયર સેફ્ટીના સાધનો અપુરતા હોવાના કારણે સીલ મારવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો:સુરતમાં ફાયર વિભાગની ટીમે ફાયર સેફ્ટીના અભાવે 251 દુકાનોને કરી સીલ
ફાયર વિભાગ દ્વારા મોડી રાતે 375 દુકાનો સીલ કરાઈ
સુરતમાં સતત 5માં દિવસે પણ શહેરના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીની અપૂરતી સુવિધા હોવાને કારણે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે, બુધવારે મોડી રાતે ફાયર વિભાગ દ્વારા વેસુ વિસ્તારની સૂકું પ્લેટિના-બુલેટશો રૂમ, ભેસ્તાનમાં આવેલા ઇન્ડ્રસ્ટીના ગોડાઉનને અને સુરતના ઉનાપાની રોડ ઉપર આવેલ હોટલ ગ્રાન્ડ પ્રગતિને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે, ફાયર વિભાગ એક જ રાતમાં કુલ 375થી વધુ દુકાનો સીલ કરી છે.