- સુરતની તમામ શાળા-કોલેજોમાં ફાયર સેફ્ટીનું NOC લેવું જરૂરી બન્યું
- જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આપવામાં આવ્યો આદેશ
- NOC નહી લેનાર સ્કુલ-કોલેજો સામે કાર્યવાહી કરાશે
સુરત : શહેરમાં વારંવાર આગની ઘટના બનવાથી શહેરમાં આવેલ તમામ શાળા-કોલેજોમાં ફાયર સેફટીનું NOC લેવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. શહેરની તમામ સ્કૂલોએ ફાયર સેફ્ટીના સાધનો વસાવી NOC લેવી પડશે. આ પહેલા સુરત ફાયર વિભાગ દ્વારા સુરત શહેરની સ્કૂલોને ફાયર સેફટીના અભાવે સીલ માર્યું હતું. સુરતમાં થોડા દિવસ અગાઉ જ સુરત શહેર ફાયર વિભાગ દ્વારા 10 જેટલી શાળાઓને ફાયર સેફટીના અભાવે સીલ કરી હતી. તે બાબતને ધ્યાનમાં લઈને સુરત શિક્ષણ અધિકારી એચ.એચ.રાજ્યગુરુએ શહેરની તમામ શાળાઓને ફાયર સેફ્ટીની NOC લેવા માટે કહ્યું છે. જો જેતે સ્કૂલ-કોલેજોમાં ફાયર સેફ્ટી નહીં હોય તો તે સ્કૂલ-કોલેજોને ફાયર વિભાગ દ્વારા સીલ મારવામાં આવશે અને કાયદાકીય પગલાં ભરવામાં આવશે.