- પાંડેસરાના યુવાને મુસ્લિમ યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા
- હિન્દુ નામે આધારકાર્ડ બનાવવા ટાઉટને રૂ. 1100 ચુકવ્યા
- ટાઉટે આધાર કેન્દ્ર પર લઇ જઇ પોર્ટલમાં ચેડાં કરી આધારકાર્ડ બનાવી આપ્યું
- તબ્બસુમ નામ બદલી રાની અજય ગૌડના નામનું આધારકાર્ડ બનાવ્યું હતું
સુરત: અડાજણના ગેલેક્સી સર્કલ સ્થિત આધાર સેવા કેન્દ્ર પર સરકારી પોર્ટલમાં ચેડા કરી મુસ્લિમોને હિન્દુ નામે આધારકાર્ડ બનાવી આપવાના બહાર આવેલા કૌભાંડમાં અડાજણ પોલીસે બે ટાઉટ સહિત ત્રણ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અજયે તબસ્સુમ સાથે કર્યા લગ્ન, રાની ગૌડના નામે બનાવ્યું નકલી આધારકાર્ડ
અડાજણ પોલીસે અજય દયાશંકર ગૌડ અને બે ટાઉટ પંકજકુમાર માતાપ્રસાદ મૌર્યા અને સંતોષ રાજપત મૌર્યા વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે. ઉલ્લેખનીય છે કે અજયે તબસ્સુમ ખાતુન એમડી ઇસ્માઇલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. અજયે પત્ની તબસ્સુમનું હિન્દુ નામે આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવવા ટાઉટ પંકજકુમાર મૌર્યાનો સંર્પક કર્યો હતો. અજયે પત્ની તબસ્સુમનું ઓરીજનલ આધારકાર્ડ પંકજને આપ્યું હતું અને ચાર્જ પેટે રૂ. 1100 ચૂકવ્યા હતા.