સુરત : યૂથ નેશને શહેરવાસીઓને (Surat Youth Nation Artwork) એક એવું ટ્રાફિક સર્કલ અર્પણ કર્યું કે જે અહીંથી પસાર થતા વ્યક્તિને ડ્રગ્ઝના વ્યસનથી દૂરરહેવાનો (Say No to Drugs) અને જિંદગીને પ્રેમ કરવાનો સંદેશ આપશે. આ અંગે યુથ નેશનના સ્થાપક વિકાસ દોશીએ જણાવ્યું હતું કે યુથ નેશનની સ્થાપના આજની યુવા પેઢીને ડ્રગ્ઝના વ્યસનથી દૂર રાખવા માટે અને સમાજને નશામુક્ત બનાવવામાં માટે કરવામાં આવી છે.
50,000 લોકો સુધી રોજે પહોંચશે મેસેજ
દર વર્ષે સંસ્થા દ્વારા ગણતંત્ર દિવસ પર રોડ શોનું આયોજન કરવામાં આવે છે. પરંતુ બે વર્ષથી કોરોના મહામારીના કારણે રોડ શોનું આયોજન શક્ય નહીં બનતા અલગ રીતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પાછલા વર્ષે કાર રેલી દ્વારા સે નો ટુ ડ્રગ્સ, યસ ટુ લાઈફનો સંદેશ (Say No to Drugs) આપ્યો હતો. જ્યારે આ વર્ષે યૂથ નેશન દ્વારા અનુવ્રત દ્વાર પાસેના (Surat Youth Nation Artwork) ટ્રાફિક સર્કલને અલગ અલગ રંગોથી શણગારવામાં આવ્યું છે અને તેના પર સે નો ટુ ડ્રગ્ઝ, યસ ટુ લાઈફના સંદેશાઓ લખવામાં આવ્યા છે. આ સર્કલ પરથી રોજ લગભગ 50,000 વાહનો પસાર થાય છે. ત્યારે આ સર્કલ લોકોને ડ્રગ્ઝના નશાથી દૂર રહેવાનો સંદેશ આપશે અને યુવા પેઢીની નશાની ચંગુલમાંથી દૂર રહેવા પ્રેરશે.