સુરત:સુરત જિલ્લાના મહુવા તાલુકાના સેવાસણ ગામથી પસાર થતી પૂર્ણા નદીમાં (Sand Mining In Purna River Caught) ગેરકાયદે રેતી ખનનનું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે. બારડોલી SDM દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા કુલ 48 ટ્રક, 2 સ્ટીમર, 5 નાની હોડી અને 2 હિતાચી મશીન કબ્જે કરવામાં આવ્યા હતા.
પૂર્ણા નદીમાં ગેરકાયદે રેતી ખનનનું નેટવર્ક ઝડપી પાડ્યું :સુરત જિલ્લાના સેવાસણ ગામમાંથી વહેતી પૂર્ણા નદીમાંથી છેલ્લાં ઘણાં સમયથી ગેરકાયદે રેતીખનન થતુ હતુ. જે અંગે ગ્રામજનોની અનેક રજુઆત બાદ પણ કોઈ કાર્યવાહી નહીં થતા છેવટે મુખ્યપ્રધાન સુધી લેખિતમાં ફરીયાદ કરવામાં આવી હતી. જે ફરિયાદના આધારે બારડોલીના પ્રાંત અધિકારી SDM સ્મિત લોઢાએ શનિવારના રોજ સ્થળ પરથી ટ્રકો સહિત કરોડો રૂપિયાની મશીનરી અને સાધનો જપ્ત કરી કાર્યવાહી શરૂ કરી હતી. જેને કારણે રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.
આ પણ વાંચો:India seizes boat : કોસ્ટ ગાર્ડે ચેન્નાઈ નજીક 9 ઈરાની નાગરિકો સાથેની બોટ કરી જપ્ત
ગ્રામજનોની મુખ્યપ્રધાનને રજુઆત બાદ કાર્યવાહી : છેલ્લાં ઘણાં સમયથી શ્રીજી કન્સ્ટ્રક્શન નામની એજન્સી દ્રારા સેવાસણની પૂર્ણા નદીમાંથી રેતી કાઢવાનો ગેરકાયદે વેપલો ચાલી રહ્યો હતો. ગ્રામજનોએ આ રેતીખનન અટકાવવા માટે કલેકટરથી લઈ મુખ્યપ્રધાન સુધી લેખિતમાં રજુઆત કરી હતી. સુરત કલેક્ટર દ્રારા બારડોલી પ્રાંત અધિકારી સ્મિત લોઢાને આ મામલે તપાસનાં આદેશ કરતા શનિવારના રોજ પ્રાંત અધિકારી મહુવાના સેવાસણ ગામે પહોંચ્યા હતાં અને ગેરકાયદે વેપલા પર છાપો માર્યો હતો.