ગુજરાત

gujarat

ETV Bharat / city

ખાવા પિવાની સમસ્યાને લઈને હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ લાલધૂમ - Samras Hostel Students Problem in Surat

VNSGUમાં આવેલી સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ કેટલીક (VNSGU Samras Hostel Students) બાબતને લઈને હેરાન પરેશાનની થયાની ફરિયાદ સામે આવી છે. તો બીજી તરફ હોસ્ટેલના અધિકારીએ કહ્યું મને આ બાબતની જાણ નથી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, જો ગુણવત્તા સુધારવામાં નહીં આવે તો આંદોલન કરીશું. (Samras Hostel Students Problem in Surat)

ખાવા પિવાને લઈને સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ લાલધૂમ
ખાવા પિવાને લઈને સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ લાલધૂમ

By

Published : Sep 22, 2022, 3:53 PM IST

સુરત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી સમરસ હોસ્ટેલમાં પીવાનું પાણી, લીફ્ટ, જમવાની ગુણવત્તા સહિતની સમસ્યાને લઈને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યાં છે. આ મામલે ABVP દ્વારા સમાજ કલ્યાણ અધિકારીને (VNSGU Samaras Hostel Students) આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને 48 કલાકમાં સમસ્યાનું નિરાકરણ લાવવા જણાવ્યું છે. જો 48 કલાકમાં જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. (VNSGU Samras Hostel Students Problem)

VNSGUમાં આવેલી સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ કેટલીક સમસ્યાને લઈને પરેશાન

ઉગ્ર આંદોલન કરવામાં આવશેવિદ્યાર્થી ધ્રુવ ડાભીએ જણાવ્યું હતું કે, હોસ્ટેલના અધિકારીઓને અમે ગતરોજ આવેદનપત્ર આપ્યું છે. એમને 48 ક્લાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જો 48 કલાકમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેની સંપૂર્ણ જવાબદારી અધિકારીઓની રહેશે. વિદ્યાર્થીઓ 9 માં ફ્લોર પર રહેતા હોય તો તેમની લિફ્ટ બંધ હોય છે. જમવાની અંદર જે રોટલી કાચી હોય છે. કોરો લોટ ચોંટ્યો હોય છે. શાકમાં કેટલી વખતે જંતુઓ જોવા મળે છે. છાશ દુધ એક દમ પાણી જેવા હોય છે. જેથી વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે. આ મામલે આવેદન પત્ર આપ્યું છે અને જો નિરાકરણ નહી આવે તો ABVP દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.(Surat VNSGU Students)

હોસ્ટેલના અધિકારીને જાણ નથી આ બાબતે હોસ્ટેલના અધિકારી જોડેજાએ જણાવ્યું કે, મારા ધ્યાનમાં આ બધી બાબતો આવી નથી. અમે જે પણ ખોરાક આપીયે છીએ તે પૌષ્ટિક આહાર હોય છે. મેં અહીંના તમામ વિદ્યાર્થીઓને કહ્યું જ છે કે, તમને જમવામાં કોઈ પણ તકલીફ હોય તો તરત મને જાણ કરવામાં આવે અને આ મામલે કાર્યવાહી કરીશું. હવે આ તમામ વિદ્યાર્થીઓએ મળીને સમાજ કલ્યાણ અધિકારીને જાણ કરી છે. પણ મને જાણ નથી કરી. Surat VNSGU Hostel, VNSGU Students Samaj Kalyan Officer Application, Samras Hostel Students Problem in Surat

ABOUT THE AUTHOR

...view details