સુરતમાં કાર્યરત સખી મંડળની મહિલાઓ દિવાળી (Dipotsavi Festival 2022)ના ઉપલક્ષમાં ખાસ દીવા બનાવી ( Sakhi Mandal of Surat Made Special Lamps )રહી છે. છાણમાંથી આ દીવાઓ બનાવવામાં આવી રહ્યા છે. તેેની સુરત સહિત અન્ય શહેરોમાં ડિમાન્ડ પણ જોવા મળી રહી છે. આ મહિલાઓને માટીની સાથે છાણ (lamp from dung ) માંથી તૈયાર 50,000 દીવાના ઓર્ડર મળ્યા છે. એટલું જ નહીં આ દીવા બનાવીને જે પણ તેમને કમાણી થશે તેમાંથી 7000 દીવા તેઓ અયોધ્યા (Special Lamps for Ayodhya )મોકલશે.
આ વર્ષે 50 હજારથી વધુ દીવાઓનો ઓર્ડર મળ્યો વોકલ ફોર લોકલ સાથે પર્યાવરણની જાળવણીવડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટેનું બેડુ સુરતની સખી મંડળો ( Sakhi Mandal of Surat Made Special Lamps )દ્વારા ઉપાડવામાં આવ્યું છે. પર્યાવરણની જાળવણી માટે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હવે સુરતની મહિલાઓ સાકાર કરી રહી છે. આ મહિલાઓ દ્વારા દિવાળીના પર્વને લઈને ધ્યાનમાં લઈને માટીના જ નહીં પરંતુ છાણમાંથી દીવા બનાવ્યા ( Sakhi Mandal of Surat Made Special Lamps )છે. આ દીવાના વેચાણમાંથી આવેલા રૂપિયામાંથી કેટલાક દીવાઓ અયોધ્યા મંદિર (Special Lamps for Ayodhya )માં મોકલાશે.
મહિલાઓને રોજગારી પણ મળે છેસખી મંડળ ( Sakhi Mandal of Surat Made Special Lamps ) સાથે જોડાયેલી મધ્યમ અને ગરીબ પરિવારની મહિલાઓને દીવા બનાવીને રોજગારી મળી રહી છે. દિવાળીમાં સામાન્ય રીતે માટીના પ્રજ્વલિત કરી પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ આ વખતે સુરતમાં સખીમંડળ દ્વારા ખાસ છાણમાંથી દીવા ( Sakhi Mandal of Surat Made Special Lamps ) તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ માટે શહેરની ગૌશાળામાંથી તેઓ છાણ લાવી રહ્યા છે. અંદાજીત 50 જેટલી મહિલાઓ દ્વારા આ છાણમાંથી દીવાઓ (lamp from dung )બનાવી તેને સુંદર રીતે રંગ કરી સજાવવાનું કામ કરાઈ રહ્યું છે. 5 થી 7 હજારની કમાણી કરતી હોય છે. છાણમાંથી બનાવેલ દિવાની કિંમત 5 રૂપિયા છે. જ્યારે છાણના રંગેલા દિવાની કિંમત રૂ. 7 છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પણ આ મહિલાઓ પાસેથી દીવા ખરીદી તેમને રોજગારી પુરી પાડવામાં આવે છે.
છાણ અને રિમિક્સ ભેગું કરીને પણ દીવા બનાવવામાં આવે છેસખી મંડળની મહિલા રંજનબેને જણાવ્યું હતું કે, આ છાણના દીવા સંપુર્ણ રીતે બળી જાય છે. તેમાં છાણ, રિમિકસ અને મુલતાની માટી વાપરવામાં આવતી હોય છે. આ સિવાય છાણ (lamp from dung ) અને રિમિક્સ ભેગું કરીને પણ દીવા બનાવવામાં આવે છે જે ઘરની બહાર સળગાવી શકાય છે કારણ કે તે સંપૂર્ણ રીતે સળગી જાય છે. આ મહિલાઓને આ વર્ષે 50 હજારથી વધુ દીવાઓનો ઓર્ડર મળ્યો છે.
મોટા પ્રમાણમાં ઓર્ડર મળતા હોય છે આ સખી મંડળોને દીવા બનાવવા માટે ઓર્ડર અપાવનાર ( Sakhi Mandal of Surat Made Special Lamps ) સામાજિક કાર્યકર્તા રૂપલ શાહે જણાવ્યું હતું કે, 'રૂબરૂ અને સોશ્યલ મીડિયા દ્વારા ઓર્ડર મેળવવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે સુરત જ નહીં પરંતુ મુંબઈ, વલસાડ, અમદાવાદ જેવા શહેરોમાંથી પણ મોટા પ્રમાણમાં ઓર્ડર મળતા હોય છે. દીવા બનાવવાની સાથે આ મહિલાઓએ પોતાની થયેલી કમાણીમાંથી અમુક હિસ્સો અયોધ્યા (Special Lamps for Ayodhya ) ના રામમંદિર માટે કાઢ્યો છે. રામ મંદિરમાં છાણમાંથી બનાવેલ દીવા (lamp from dung ) મોકલવામાં આવશે અને તે સળગાવી અયોધ્યાનું વાતાવરણ શુદ્ધિકરણ કરાશે'.