ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં હવે રશિયાની સ્પુતનિક વેક્સિન ઉપલબ્ધ, જાણો કેટલા રૂપિયામાં મળશે આ રસી - Surat News

રાજ્યમાં હાલ વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. વધુમાં વધુ લોકો વેક્સિન લઈ રહ્યા છે. જોકે, રાજ્યમાં મોટાભાગે સ્વદેશી વેક્સિન ( Vaccine ) જ લોકો મુકાવતા હતા. પરંતુ હવે સુરતમાં રશિયાની સ્પુતનિક વેક્સિન ( Sputnik vaccine ) પણ ઉપલબ્ધ થઈ ગઈ છે. સુરતની કિરણ હોસ્પિટલ ( Kiran Hospital )માં વેક્સિનનો ડોઝ સુરત સહિત અન્ય જિલ્લાના લોકો મેળવી રહ્યા છે.

સુરતમાં હવે રશિયાની સ્પુતનિક વેક્સિન ઉપલબ્ધ
સુરતમાં હવે રશિયાની સ્પુતનિક વેક્સિન ઉપલબ્ધ

By

Published : Jul 5, 2021, 6:57 PM IST

  • કિરણ હોસ્પિટલમાં રશિયાની સ્પુતનિક વેક્સિન ઉપલબ્ધ
  • અઢી હજારથી વધુ લોકોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું
  • 21 દિવસના અંતરાલમાં જ રસીનો બીજો ડોઝ લઈ શકાશે

સુરત: કોરોનાને માત આપવા હવે સુરતમાં કોવેક્સિન અને કોવિશિલ્ડ ઉપરાંત રશિયાની સ્પુતનિક વેક્સિન ( Sputnik vaccine ) પણ હવે ઉપલબ્ધ છે. સુરતની કિરણ હોસ્પિટલ ( kiran Hospital )માં વેક્સિનનો ડોઝ સુરત સહિત અન્ય જિલ્લાના લોકો મેળવી રહ્યા છે. રશિયાની વેક્સિન સ્પુતનિક માટે અઢી હજારથી વધુ લોકોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

સુરતમાં હવે રશિયાની સ્પુતનિક વેક્સિન ઉપલબ્ધ
રશિયન વેક્સિન સ્પુતનિકનું ગુજરાતમાં આગમન

ગુજરાતના આણંદથી લઈને નવી મુંબઈ સુધી જે કોઈ વ્યક્તિ રશિયાની સ્પુતનિક વેક્સિન ( Sputnik vaccine )ની રાહ જોઈ રહ્યા હોય તો તેમની માટે સારા સમાચાર છે. હવે સુરતના કિરણ હોસ્પિટલ ( kiran Hospital )માં આ વેક્સિન ઉપલબ્ધ છે. આ વેક્સિન બે દિવસ પહેલાં જ સુરતમાં આવી છે. કોવિશિલ્ડ અને કોવેક્સિન બાદ હવે રશિયન રસી સ્પુતનિકનું ગુજરાતમાં આગમન થયું છે. આ વેક્સિન પણ બીજી વેક્સિનની જેમ ખૂબ જ અસરકારક ગણાય છે. પ્રથમ ડોઝ બાદ 21 દિવસના અંતરાલમાં જ રસીનો બીજો ડોઝ લઇ શકાતો હોવાથી આ રસી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

સુરતમાં હવે રશિયાની સ્પુતનિક વેક્સિન ઉપલબ્ધ

આ પણ વાંચોઃ અમદાવાદની શેલ્બી હોસ્પિટલમાં આજથી રશિયાની કોરોનાની Sputnik V vaccine મળશે

1100 રૂપિયાના ચાર્જ સાથે લોકો લઈ શકશે આ વેક્સિન

કિરણ હોસ્પિટલના ચેરમેન મથુર સવાણીએ જણાવ્યું હતું કે, એક વર્ગના લોકો આ વેક્સિન ( vaccine )લગાવવા માંગતા હતા. જેથી અમે કંપનીનો સંપર્ક કર્યો હતો. હાલ કિરણ હોસ્પિટલ પાસે રશિયાની સ્પુતનિક રસીના ડોઝ ઉપલબ્ધ છે. રશિયાની સ્પુતનિક વેક્સિનના અત્યારે 700 ડોઝ કિરણ હોસ્પિટલ પહોંચ્યા છે. 1100 રુપિયાના ચાર્જ સાથે આ વેક્સિન લોકોને આપવામાં આવી રહી છે.

આ વેક્સિન 90 ટકાથી પણ વધુ પ્રભાવી હોવાનો દાવો

વેક્સિન લેનારા પ્રાચીએ જણાવ્યું હતું કે, સોશિયલ મિડિયા દ્વારા જાણવા મળ્યું કે સુરતમાં પણ હવે રશિયન રસી ઉપલબ્ધ છે. જેથી ઓનલાઇન રજીસ્ટ્રેશન બાદ આ રસીનો સ્લોટ મળ્યો છે. તેમજ તેઓએ જણાવ્યું કે, સ્વદેશી વેક્સિન પણ અસરકારક છે, પરંતુ રશિયન રસી 90 ટકાથી પણ વધુ પ્રભાવી હોવાના કારણે આ વેક્સિન લીધી છે.

આ પણ વાંચોઃ દુનિયાની પ્રથમ કોરોના વેક્સીનઃ રશિયાએ સફળ પરીક્ષણ કરી વેક્સીનની કરી શોધ

ABOUT THE AUTHOR

...view details