ગુજરાત

gujarat

ETV Bharat / city

Russia-Ukraine war : યુક્રેનથી અધવચ્ચે મેડિકલ અભ્યાસ છોડીને આવેલા વિદ્યાર્થીઓ સારા સમાચાર, લઇ લો લાભ - Offer from Hungarian University

રશિયા યુક્રેન યુદ્ધને (Russia - Ukraine war) લઇને સંખ્યાબંધ તબીબી વિદ્યાર્થીઓએ રાતોરાત વતન પરત (Medical students returning from Ukraine) ફરવું પડ્યું હતું. હવે આવા વિદ્યાર્થીઓની મદદમાં યુરોપના (Offer from Hungarian University) દેશો આવ્યાં છે. શી મદદ મળી રહી છે તે જાણો આ અહેવાલમાં

Russia-Ukraine war : યુક્રેનથી અધવચ્ચે મેડિકલ અભ્યાસ છોડીને આવેલા વિદ્યાર્થીઓ સારા સમાચાર, લઇ લો લાભ
Russia-Ukraine war : યુક્રેનથી અધવચ્ચે મેડિકલ અભ્યાસ છોડીને આવેલા વિદ્યાર્થીઓ સારા સમાચાર, લઇ લો લાભ

By

Published : Jun 1, 2022, 8:24 PM IST

સુરત : રશિયા અને યુક્રેન (Russia - Ukraine war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે સુરત સહિત દેશભરના મેડિકલ ક્ષેત્રે ભણતા વિદ્યાર્થીઓની હાલની પરિસ્થિતિ ખૂબ જ કફોડી બની ગઈ છે. યુદ્ધને કારણે અધવચ્ચે પોતાનો અભ્યાસ છોડીને ભારત આવેલા (Medical students returning from Ukraine) વિદ્યાર્થીઓ માટે યુરોપિયન દેશો આગળ આવ્યા છે. ખાસ કરીને હંગેરી યુનિવર્સિટીએ (Offer from Hungarian University)યુક્રેનથી અધવચ્ચે મેડિકલ અભ્યાસ છોડીને આવેલા વિદ્યાર્થીઓને પોતાની શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે વિદેશમાં અભ્યાસ માટે કન્સલટન્સી એજન્સીઓ (Consultancy for study abroad) વિદ્યાર્થીઓની ટ્રાન્સફરની પ્રક્રિયા કરી રહી છે.

અધવચ્ચે મેડિકલ અભ્યાસ છોડીને આવેલા વિદ્યાર્થીઓને પોતાની શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ આપવાનો નિર્ણય લેતી હંગેરી યુનિવર્સિટી

આ છે સારા સમાચાર -યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના (Russia - Ukraine war)કારણે એમ.બી.બી.એસ અને અન્ય અભ્યાસક્રમ અધવચ્ચે છોડીને આવેલા વિદ્યાર્થીઓ (Medical students returning from Ukraine) માટે સારા સમાચાર છે. આવા વિદ્યાર્થીઓને મદદ કરવા માટે યુરોપિયન દેશો આગળ આવ્યા છે. ખાસ કરીને હંગેરી યુનિવર્સિટીએ (Offer from Hungarian University)આવા વિદ્યાર્થીઓને પોતાના શૈક્ષણિક સંસ્થામાં એડમિશન આપવાનું નક્કી કર્યું છે. આ માટે ભારતની કન્સલ્ટિંગ એજન્સીઓ સાથે સંપર્ક પણ સાધ્યા છે. વિદેશમાં અભ્યાસ માટે કન્સલટન્સી આપનાર (Consultancy for study abroad) સુરતના અભિષેક શર્માએ જણાવ્યું હતું કે, હાલમાં જ હેંગેરી યુનિવર્સિટી દ્વારા તેમનો સંપર્ક કરાયો છે અને જે વિદ્યાર્થીઓ યુક્રેનની પરિસ્થિતિના કારણે પોતાનું ભણતર અધવચ્ચે છોડીને આવ્યા હોય તેઓને એડમિશન આપવા તૈયાર થયા છે.

આ પણ વાંચોઃ Medical Students Problem : જામનગરમાં સિગ્નેચર કેમ્પ યોજી કરી આ માગણી

જોર્જિયા, ચાઇનામાં વધુ વિદ્યાર્થીઓ જવા માંગતા હતા-વિદેશમાં અભ્યાસ માટે કન્સલટન્સી આપનાર અભિષેક શર્માએ (Consultancy for study abroad) જણાવ્યું હતું કે , દર વર્ષે મેડિકલ અને ખાસ કરીને એમબીબીએસ એડમિશન માટે ઘણા વિદ્યાર્થીઓ યુક્રેનની યુનિવર્સિટી માટે પ્રવેશ મેળવવા પ્રયાસ કરતા હતા. પરંતુ હાલ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના (Russia - Ukraine war) કારણે યુક્રેનમાં પ્રવેશ મેળવી શકતા નથી. સાથે અન્ય દેશોમાં પણ તેની અસર જોવા મળે છે. ખાસ કરીને જોર્જિયા, ચાઇનામાં વધુ વિદ્યાર્થીઓ જવા માંગતા હતાં. પરંતુ ચાઇનામાં કોવિડના કારણે હવે વિદ્યાર્થીઓ જવા માંગતા નથી. ખાસ કરીને યુક્રેનથી આવેલા વિદ્યાર્થીઓ માટે એક વિકલ્પ ઉપલબ્ધ છે અને ઘણી બધા દેશો તેમની મદદ કરવા માટે પણ આગળ આવ્યાં છે. જે વિદ્યાર્થીઓ યુક્રેનથી પરત (Medical students returning from Ukraine) આવ્યા છે અને જ્યાંથી તેમનું ભણતર અટકી ગયું છે ત્યાંથી તેઓ શરૂઆત કરી ભણતર પૂર્ણ કરી શકે છે.

આ પણ વાંચોઃ Russia Ukraine war: યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું?

ઘણા વિદ્યાર્થીઓ હાલ પણ ત્યાં જવા માંગતા નથી -વિદેશમાં અભ્યાસ માટે કન્સલટન્સી આપનાર અભિષેક શર્માએ (Consultancy for study abroad) વધુમાં જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓયુક્રેનથી આવ્યા હોય (Medical students returning from Ukraine) અને તેમનું ભણતર પૂર્ણ થયું નથી તેઓ યુરોપિયન દેશોની શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવીને ભણતર પૂર્ણ કરી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ હાલ પણ ત્યાં જવા માંગતા નથી (Russia - Ukraine war) કારણ કે જે પરિસ્થિતિ છે ખૂબ જ કટોકટીપૂર્ણ છે. અમને હંગેરી યુનિવર્સિટી (Offer from Hungarian University)તરફથી કહેવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓનું ભણતર અટકી ગયું છે તેઓને યુનિવર્સિટીમાં મોકલવામાં આવે. અને હાલ જે નવા વિદ્યાર્થીઓ મેડિકલ માટે એપ્લાય કરવા માંગે છે તેઓ જર્મની અને હંગેરી યુનિવર્સિટીમાં કરી શકે છે. ત્યાં ઘણા વિકલ્પો છે. કારણ કે ત્યાં નેટવર્ક છે જેના કારણે લોકોને હેરાનગતિ થશે નહીં. જર્મનીમાં ફ્રી એજ્યુકેશન હોવાના કારણે વિદ્યાર્થીઓને લાભ થશે. તેઓ જોર્જિયાને પણ વિકલ્પ તરીકે પસંદ કરી શકે છે. જ્યાં એજ્યુકેશન સસ્તું છે માત્ર એક ભાષા અનિવાર્ય શીખવી પડે છે.

ABOUT THE AUTHOR

...view details