ગુજરાત

gujarat

ETV Bharat / city

Surat Cannabis Seized : મુખબિર દ્વારા સુરત SOGએ લાખોનો ગાંજો ઝડપ્યો, ટ્રક ચાલક લાપતા - સુરત SOG ટીમનું ઓપરેશન

સુરત ગ્રામ્ય SOGએ લાખો રૂપિયા ગાંજો (Surat Cannabis Seized) ઝડપ્યો છે. સુરત ને.હા.48 પર આવેલી હોટલના પાર્કિંગ ઉભેલા ટ્રકમાંથી મોટી માત્રામાં ગાંજો ઝડપાયો છે. હોટલમાં આ ટ્રક કોણ મૂકી ગયું, કોનો છે આ ટ્રક, ક્યાં આવ્યો જેને લઈ પોલીસે (Rural SOG Surat) ચક્રો ગતિમાન કર્યો છે.

Surat Cannabis Seized : મુખબિર દ્વારા સુરત SOGએ લાખોનો ગાંજો ઝડપ્યો,  ટ્રક ચાલક લાપતા
Surat Cannabis Seized : મુખબિર દ્વારા સુરત SOGએ લાખોનો ગાંજો ઝડપ્યો, ટ્રક ચાલક લાપતા

By

Published : May 14, 2022, 2:13 PM IST

સુરત : રાજ્યમાં ગાંજાની રફતાર આયાત-નિકાસમાં કંઈક તેજ જોવા મળે છે. કચ્છનો દરિયાઈ કાંઠો હોય કે પછી મોરબી, દ્વારકા વિસ્તાર હોય..! અવારનવાર ગાંજો, દારુનો જથ્થો પોલીસે પકડી પાડ્યાના સમાચાર જોવા મળે છે. ત્યારે રાજ્યમાં ફરી એક વખત સુરત ગ્રામ્ય SOGની ટીમે મોટી માત્રામાં ગાંજો (Surat Cannabis Seized) ઝડપી પાડ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. કામરેજ તાલુકાના ઉંભેળ ગામ નજીકથી મોટી માત્રામાં ગાંજો મળી આવ્યો છે. જે ગાંજાને લઈને સુરત ગ્રામ્ય SOGની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત SOGએ લાખોનો ગાંજો ઝડપ્યો

બાતમીના આધારે પોલીસના છાપા - સુરત જિલ્લા SOG પોલીસની અલગ અલગ ટીમો પેટ્રોલીંગમાં (Surat SOG Team Operation) હતી. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઉંભેળ ગામની સીમમાં ને.હા.48ની બાજુમાં આવેલી હોટલ મહાદેવના (Mahadev Hotel Cannabis Seized) પાછળની તરફના પાર્કિંગમાં એક કન્ટેનર ટ્રક પાર્ક કરેલો છે. જે ટ્રકમાં કોઈ શંકાસ્પદ પદાર્થ ભરેલો છે. જે હકીકતના આધારે SOG પોલીસની ટીમ પહોંચી હતી.

આ પણ વાંચો :Cannabis seized in Surat: SOGએ રિક્ષાની તપાસ કરતા સામે આવી ચોંકાવનારી ઘટના

લાખોનો માલ પોલીસના કબજે - બાતમી મુજબની એક શંકાસ્પદ ટ્રક નંબર HR-46-D-7337 પાર્ક કરેલો જોવા મળી હતો. ટ્રકની આસપાસ તપાસ કરતા ટ્રક ચાલક મળી આવ્યો ન હતો. જેથી પોલીસે ટ્રકની પાછળના ભાગે તપાસ કરતા તેમાંથી ગાંજો 30 જેટલી પ્લાસ્ટિકની ગુણો મળી આવ્યો હતો. જેનો ગાંજાનો વજન 701.100 કિલોગ્રામ થયો હતો. જેની કિંમત 70,11,000 લાખ તેમજ ટ્રક કિંમત 10 લાખ મળી કુલ 80,11,000નો મુદ્દામાલ SOG પોલીસે કબ્જે કર્યો હતો.

આ પણ વાંચો :Cannabis Seized from Banaskantha : ડીસા પોલીસે ગાંજા સાથે આરોપીની કરી અટકાયત

બે દિવસથી ટ્રક હોટલના પાર્કિગમાં -પોલીસે હોટલના માલિકની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ ટ્રક બે દિવસ અગાઉ કોઈ (Umbhel Village Cannabis Seized) પાર્ક કરી ગયું હતું. પોલીસે ટ્રક ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો. આટલા મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો કોણ અને ક્યાંથી લાવ્યું, કોણે મંગાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details