ગુજરાત

gujarat

ETV Bharat / city

Rupala Sing a Song for Womens : ફાયરબ્રાન્ડ પુરુષોત્તમ રૂપાલાએ મીઠું મધૂરું ગીત ગાયું - રુપાલાએ મહિલાઓ માટે ગીત ગાયું

કેન્દ્રીયપ્રધાન પુરુષોત્તમ રૂપાલા (Minister Purushottam Rupala in Surat )સુરતની મુલાકાતે હતાં. તેઓ આમ તો જનસભામાં ફાયરબ્રાન્ડ નેતા તરીકે ઓળખાય છે. પરંતુ આ વખતે ખૂબ જાણીતું ગીત ગાઈને (Rupala Sing a Song for Womens) લોકોનું દિલ જીતી લીધું હતું.

Rupala Sing a Song for Womens : ફાયરબ્રાન્ડ પુરુષોત્તમ રૂપાલાએ મીઠું મધૂરું ગીત ગાયું
Rupala Sing a Song for Womens : ફાયરબ્રાન્ડ પુરુષોત્તમ રૂપાલાએ મીઠું મધૂરું ગીત ગાયું

By

Published : Mar 7, 2022, 8:28 PM IST

સુરત:કેન્દ્રીયપ્રધાન પુરુષોત્તમ રૂપાલા સુરતની મુલાકાતે હતાં. તેઓ આમ તો જનસભામાં ફાયરબ્રાન્ડ નેતા તરીકે ઓળખાય છે. પરંતુ આ વખતે સુરતના એક મંચ પર તેઓએ ગીત ગાઈને (Rupala Sing a Song for Womens) લોકોનું દિલ જીતી લીધું હતું.

સુરતમાં ખાનગી કાર્યક્રમમાં ગીત ગાયું હતું

ખાનગી કાર્યક્રમમાં ગાયું ગીત

કેન્દ્રીયપ્રધાન પુરુષોત્તમ રૂપાલા (Minister Purushottam Rupala) આજે સુરતની મુલાકાતે હતા. એક ખાનગી કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા પુરુષોત્તમ રૂપાલા અહીં જે લોકોને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે લોકોની માંગણીના કારણે તેઓએ એક ગીત ગાઈને સૌ કોઈને આશ્ચર્યમાં મુકી દીધા હતાં. ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને પાટીદાર સમાજના નેતા તરીકે ઓળખાતા પુરુષોત્તમ રૂપાલા રાજનૈતિક મંચ પરથી લોકોને સંબોધતા હોય છે અને વિરોધપક્ષના નેતાઓ ઉપર આકરા પ્રહારો કરતા હોય છે. પરંતુ સુરત ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તેઓ ગીત ગાતા (Rupala Sing a Song for Womens) જોવા મળ્યાં હતાં.

આ પણ વાંચોઃ મોરબીઃ રુપાલા-અમૃતિયાના સગાની સંડોવણી? 4 કોલસા વેપારીઓએ 130 કરોડની ટેક્સ ચોરી કર્યાની ફરિયાદ

તાલીના ગડગડાટથી વધાવી લેવાયા

કેન્દ્રીયપ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ મંચ પર પ્રખ્યાત ગુજરાતી ગીતની આ પંક્તિ ‘મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ‘.. ગાઇ હતી. પુરુષોત્તમ રૂપાલાએ જ્યારે ગીત પૂર્ણ કર્યું ત્યારે હોલમાં બેઠેલા તમામ લોકોએ એકસાથે તાલીના ગડગડાટથી તેમનું અભિવાદન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે (International Women's Day) મહિલાઓના વિવિધ પ્રદાનને બિરદાવવામાં આવે છે ત્યારે રુપાલાએ માતાઓ માટે ગીત ગાઈને (Rupala Sing a Song for Womens) એક રીતે પોતાનો આદરભાવ વ્યક્ત કરી દીધો હતો.

આ પણ વાંચોઃ Jan Aushadhi Day:સુરતી હોવા છતાં ખૂબ સરસ હિન્દી બોલો છો કહી પીએમે ઉર્વશીબહેન પટેલ સાથે સંવાદ કર્યો

ABOUT THE AUTHOR

...view details