- મુંબઇથી નીકળેલી રન ફોર યુનિટી દોડ સુરત જિલ્લામાં પ્રવેશી
- કેવડિયા સુધી જઇ એકતાનો સંદેશ પહોંચાડશે
- વહીવટીતંત્ર દ્વારા સ્વાગત કરાયું
સુરત: એકતાનો સંદેશ આપવાના આશયથી બોલિવુડના જાણીતા અભિનેતા અને પ્રખર સ્વાસ્થ્ય પ્રેમી મિલિંદ સોમને મુંબઇના ઐતિહાસિક શિવાજી ચોકથી કેવડિયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી યોજેલી ‘રન ફોર યુનિટી’ના દોડનું આજે ગુરુવારે પલસાણા તાલુકાના માંખીગા ગામેથી સુરત જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. મામલતદાર, રમતગમત અધિકારી (ગ્રામ્ય) વિરલ પટેલ, સિનિયર કોચ કનુભાઈ રાઠોડ સહિતના વહીવટીતંત્ર દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું.
અભિનેતા મિલિંદ સોમનની રન ફોર યુનિટી દોડ સુરત જિલ્લામાં પ્રવેશી એકતાનો સંદેશ આપવા કરાયું આયોજન
રજવાડા જોડીને અખંડ ભારતનું શિલ્પ ઘડનારા સરદાર વલ્લભભાઇ પટેલને સાર્થક અંજલિ આપવા નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વમાં અજોડ ગણાય એવા સ્મારકના રૂપમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી-“સરદાર પ્રતિમા“નું નિર્માણ કરાવ્યું છે. ભૂતકાળમાં તેને હાર્દમાં રાખીને અનેકવાર રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપતી રન ફોર યુનિટીનું આયોજન વિવિધ સંસ્થાઓએ કર્યું છે. તેની જ એક કડી જેવી આ દોડ યાત્રાનું આયોજન મિલિંદ સોમને એકતા અને સંવાદિતાને મજબૂત કરવાના હેતુસર અને વિવિધતામાં એકતાનો સંદેશ આપવા કર્યુ છે.
અભિનેતા મિલિંદ સોમનની રન ફોર યુનિટી દોડ સુરત જિલ્લામાં પ્રવેશી 21 મીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે
વિવિધતામાં એકતાનો પ્રેરક સંદેશ આપતા પ્રખર સ્વાસ્થ્યપ્રેમી મિલિંદ સોમનેની સ્ટેચ્યુ ઓફ યુનિટિના માધ્યમથી એકતાનો સંદેશો લોકો સુધી પહોંચાડવા માટેની યાત્રા તા.17 મીથી શિવાજી ચોક મુંબઇ ખાતેથી સાંજે 5 કલાકે શરૂ થયેલી રન ફોર યુનિટી દોડ આજે સુરત જિલ્લાના પલસાણા ખાતે આવી પહોચી હતી. આ દોડ તા.21 મી ઓગસ્ટે સાંજે 5 વાગે સ્ટેચ્યુ ઓફ યુનિટિ કેવડિયા પહોંચશે.
અભિનેતા મિલિંદ સોમનની રન ફોર યુનિટી દોડ સુરત જિલ્લામાં પ્રવેશી