ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં ટેન્ડરના બહાને હીરા વેપારી સાથે 20 લાખની છેતરપિંડી - cheating

સુરતઃ હીરા વેપારી સાથે 20 લાખની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. હીરા વેપારીને તાપી જિલ્લામાં સરકારી આવાસ અને શૌચાલય બનાવવા માટેનું ટેન્ડર અપાવવાની લાલચ આપી સરકારી અધિકારી અને રાજકીય વગ ધરાવતા નેતા દ્વારા આ છેતરપિંડી આચરવામાં આવી હોવાનું પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું છે.

sur

By

Published : Apr 3, 2019, 10:49 PM IST

ગાંધીનગરના વહીવટી ભવનમાં બેસતા સરકારી અધિકારી અને નવસારીના અખિલ ભારતીય કોંગ્રેસી નેતા દ્વારા સરકારી ટેન્ડર અપાવવા માટે હીરા વેપારીને વાત કરી 20 લાખ જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી. જોકે બાદમાં ટેન્ડર નહીં અપાવી વેપારી સાથે છેતરપિંડી કરવામાં આવી. જ્યાં છેતરપિંડીનો ભોગ બનેલા હીરા વેપારીએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સુરતમાં ટેન્ડરના બહાને હીરા વેપારી સાથે 20 લાખની છેતરપિંડી

તાપી જિલ્લામાં 20 કરોડનો સરકારી આવાસ અને શૌચાલય બનાવવા માટેનું ટેન્ડર અપાવવાના નામે સુરતના હીરા વેપારી સાથે 20 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. ગાંધીનગર ખાતેના વહીવટી ભવનમાં ફરજ બજાવતા સરકારી અધિકારી રમેશ પટની અને નવસારીના અખીલ ભારતીય કોંગ્રેસ પાર્ટીના નેતા રાજેશ સોનવને સામે આ ફરિયાદ વરાછા પોલીસ મથકમાં નોંધાઇ છે.

વરાછા વિસ્તારમાં આવેલા રાજહંસ ટાવરમાં હીરાની ઓફિસ ધરાવતા સુરેશભાઈ નામના વેપારીનો મિત્ર ઠકી નવસારીના અખીલ ભારતીય કોંગ્રેસ પાર્ટીના નેતા રાજેશ સોનવણે સાથે મુલાકાત થઈ હતી. રાજેશ સોનવને એ સુરેશભાઈને વાતોમાં ભોળવી તાપી જિલ્લામાં સરકારી આવાસ અને શૌચાલયનું ટેન્ડર અપાવવા મોટા સપના બતાવ્યા હતા.

ગાંધીનગરના વહીવટી ભવનમાં ફરજ બજાવતા સરકારી અધિકારી રમેશ પટની સાથે સારી ઓળખ છે અને તેઓ ટેન્ડર પાસ કરી દેશે તેવી વાત જણાવી 20 લાખ જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી. તાપી જિલ્લામાં સરકારી આવાસ અને શૌચાલય બનાવવા માટે 20 કરોડનું ટેન્ડર અપાવવા સરકારી અધિકારી અને રાજકીય નેતા વચ્ચેની મિટિંગ વરાછા સ્થિત હીરા વેપારીની ઓફિસમાં થઈ હતી. જ્યાં વેપારીએ 20 લાખની રકમ આપી હતી. 3 માસ જેટલો સમય વીત્યા છતાં ટેન્ડર નહીં મળતા પોતે છેતરપિંડીનો ભોગ બન્યાનો અહેસાસ વેપારીને થયો હતો. ટેન્ડર નહીં મળતા વેપારીએ પોતાના રૂપિયા પરત આપી દેવા જણાવ્યું હતું. છતાં રૂપિયા આપવામાં ગલ્લા-ટલ્લા કરતા છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

વેપારીની ફરિયાદના આધારે વરાછા પોલીસે ગાંધીનગરના વહીવટી ભવનમાં ફરજ બજાવતા રમેશ પટની અને નવસારીના રાજકીય નેતા રાજેશ સોનવને સામે છેતરપિંડી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યાનુસાર આરોપી રમેશ પટની હાલ નિવૃત થઈ ગયા છે, જ્યારે નવસારીના રાજકીય નેતા દ્વારા અખિલ ભારતીય કોંગ્રેસ પાર્ટીની ઓળખ આપી આ છેતરપિંડી આચરવામાં આવી છે. જેની તપાસ હાલ ચાલી રહી છે.

સરકારી આવાસ અને શૌચાલયનું ટેન્ડર અપાવવાના નામે સરકારી અધિકારી અને રાજકીય નેતા દ્વારા લાખો રૂપિયા હીરા વેપારીના હાઉ કરી જવામાં આવ્યા છે. આરોપીઓએ કઈ રીતે ટેન્ડર આવવાની વાત કરી વેપારીને છેતર્યો છે તે આરોપીઓની ધરપકડ બાદ બહાર આવશે. પરંતુ જે પ્રકારે સરકારી અધિકારી અને એક રાજકીય નેતાની મિલીભગતથી હીરા વેપારીને 20 લાખનો ચુનો ચોપડવામાં આવ્યો છે. તેને જોતા મોટો ભ્રષ્ટાચાર અથવા કોઈ ચોક્કસ ગેંગ હાલ સક્રિય થઈ હોવાનું પણ અનુમાન છે. જે પોલીસ તપાસ બાદ જ બહાર આવી શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details