સુરત: 2 વર્ષ પહેલા કેન્દ્રીય બજેટમાંરફ ડાયમંડની ઓનલાઇન ખરીદી (Rough Diamond Trading Surat) પર વસૂલાતો 2 ટકા ટેકસ નહીં લેવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. જો કે તેમ છતાં આજદિન સુધી નોટિફિકેશન બહાર પાડવામાં ન આવતા 2 ટકા ટેક્સ કસ્ટમ વિભાગ દ્વારા વસૂલવામાં આવે છે. જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ (Gem and Jewellery Promotion Council India) દ્વારા આ ટેક્સ રદ્ કરવા કેન્દ્રીય નાણાં પ્રધાન (Union Finance Minister)ને રજૂઆત કરાઈ છે.
રફ ડાયમંડની ઓનલાઇન ખરીદી પર 2 ટકા ટેક્સ કસ્ટમ વિભાગ દ્વારા વસૂલવામાં આવે છે. 2 ટકા ટેક્સને દૂર કરવા માટે રજૂઆત કરી
જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ કેન્દ્રીય નાણાપ્રધાનને રજૂઆત કરી છે. તેમણે નિર્મલા સીતારમણને વિદેશથી ઓનલાઈન રફ હીરાની ખરીદી (Online Purchase Of Rough Diamonds In India) પર ભરવા પડતા વધારાના 2 ટકા ટેક્સને દૂર કરવા માટે રજૂઆત કરી છે. કોરોના મહામારી (Corona Pandemic In India)માં ટ્રાવેલિંગ બંધ થતા હીરા ઉદ્યોગમાં ઓનલાઇન ટ્રેડિંગ (Online trading in the diamond industry) શરૂ થયું છે. હાલમાં મોટાભાગના વેપારીઓ અને ઉદ્યોગકારો વિડીયો કોલિંગથી એન્ટવર્પ, બેલ્જિયમ, દુબઈ અને હોંગકોંગના વેપારીઓ સાથે સંપર્કમાં રહી રફ હીરાની ખરીદી કરી રહ્યા છે. વિદેશ જઈ શકાતું ન હોવોના લીધે ઓનલાઇન ટ્રેડિંગનો વિકલ્પ વેપારીઓએ અપનાવી લીધો છે.
આ પણ વાંચો:Notification from Union Ministry of Commerce : GJEPCના સભ્યો જ રફ ડાયમંડની આયાતનિકાસ કરી શકશે
રફ હીરાની ખરીદી પર 2 ટકા ટેક્સનો અતિરિક્ત બોજો
રફ હીરાની માંગ (Demand for rough diamonds) વધુ હોવાના લીધે કિંમતોમાં 15 ટકાનો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ ભારત સરકારના કાયદા અનુસાર વિદેશથી કોઈપણ ચીજવસ્તુની ઓનલાઈન ખરીદી (Tax on online purchase from abroad) પર વધારાનો 2 ટકા ટેક્સ ભરવાનો રહે છે. આ કાયદો હીરા ઉદ્યોગને પણ લાગુ પડે છે. તેથી સ્થાનિક હીરાના ઉપયોગકારો અને વેપારીઓને રફ હીરાની ખરીદી પર 2 ટકાનો અતિરિક્ત બોજો પડી રહ્યો છે. આ બાબતે સ્થાનિક ઉદ્યોગકારો છેલ્લા 2 વર્ષથી રજૂઆત કરી રહ્યા છે.
આ પણ વાંચો:રફ ડાયમંડના ભાવમાં 30 ટકાનો વધારો નોંધાતા હીરા ઉદ્યોગમાં દિવાળી વેકેશન લંબાશે
નોટિફિકેશન બહાર પાડવામાં આવે
GJEPCના વેસ્ટર્ન ઝોન ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય બજેટમાં આ ટેક્સ હટાવવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. 2 વર્ષ વીતી ગયા છતાં પણ આ ટેકસ હટાવવા માટે કોઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી. છેલ્લા 2 વર્ષથી અમે રજૂઆત કરી રહ્યા છે. સુરતની વાત કરવામાં આવે તો MSME ઉદ્યોગ (MSME Industry Surat)ના લોકો દર મહિને 5 હજાર કરોડ રૂપિયાના રફ ડાયમંડ ખરીદતા હોય છે અને 100 કરોડ રૂપિયા કસ્ટમ વિભાગને દર મહિને ટેક્સ આપવો પડતો હોય છે. આ ટેક્સ માઇન્સના માલિકોની જગ્યાએ ખરીદનારે આપવો પડતો હોય છે. બજેટમાં જાહેરાત બાદ પણ વેપારીઓ ટેક્સ ભરવા મજબૂર છે. સરકાર જલ્દીથી નોટિફિકેશન બહાર પાડે તેવી અમારી માંગ છે.