- ઈમ્પોર્ટ ડેટા પ્રોસેસિંગ અને મોનીટરીંગ સિસ્ટમમાં ખામી સર્જાતા હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં
- 600 કંપનીના 3 હજારથી વધુ પાર્સલ અટવાયા
- 3 જૂન થી 3 જુલાઈ વચ્ચે વિદેશ આયાતના રફ એન્ટ્રી બાકી થતા ઉદ્યોગપતિ હેરાન
સુરત :3 જૂન થી 3 જુલાઇ દરમિયાન વિદેશથી સ્થાનિક હીરા ઉદ્યોગકારો દ્વારા આયાત કરવામાં આવેલા 3 હજારથી વધુ હીરાના પાર્સલનું પેમેન્ટ હજુ અટવાયું છે જેના કારણે હીરાઉદ્યોગમાં ચિંતા જોવા મળી રહી છે.IDPMS ( ઈમ્પોર્ટ ડેટા પ્રોસેસિંગ અને મોનીટરીંગ સિસ્ટમ)માં ખામી સર્જાતા હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં છે. આખા જૂન મહિના દરમિયાન લગભગ 3000 હીરાના પાર્સલ આયાત થયા હતા..IDPMS ખામી સર્જાતા આ પોર્ટલ પર એન્ટ્રીઓ દેખાતી જ નથી. 10,000 કરોડથી વધારાના હીરાનું પેમેન્ટ અટકી પડ્યું છે.
અંદાજે 600 કંપનીઓની હીરાની ખરીદી પર બ્રેક લાગશે
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં લગભગ 20 જેટલા ઈમેલ અને પત્રો લખીને ડીજી સિસ્ટમ, કસ્ટમ, RBI, ડીજીઈપીમાં જાણ કરવામાં આવી છે, પરંતુ તેનો હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી 3 જૂને આયાત થયેલ આ માલના 3 સપ્ટેમ્બરે 90 દિવસ પૂર્ણ થાય છે 90 દિવસમાં કોઇપણ રીતે પેમેન્ટ કરવાનું હોય છે, જો આ પેમેન્ટ નહીં થાય તો આવનારા દિવસોમાં અંદાજે 600 કંપનીઓની હીરાની ખરીદી પર બ્રેક લાગશે.