સુરત: મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં જ્યારે સોના 1.5 અને સોના 2.5 નામના રોબોર્ટને જોઈ લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. રોબોર્ટના હાથમાં ટ્રેમાં દવાઓ મૂકવામાં આવી હતી. માનવની જેમ હોસ્પિટલમાં ફરનારા આ રોબોર્ટને જોઈ લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.
સુરતમાં અનલોક-1 બાદ કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે અને ખાસ કરીને ફ્રન્ટ લાઈન વોરિયર્સ એવા તબીબો અને મેડિકલ સ્ટાફ પણ સંક્રમિત થઇ રહ્યો છે. જેમાં તબીબોના મોત પણ થયા છે. ત્યારે હવે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં 3 રોબોટિક નર્સ મુકવામાં આવ્યા છે. એલ એન્ડ ટી(L&T) કંપની દ્વારા સુરત મહાનગરપાલિકાને 3 રોબોટિક નર્સ આપવામાં આવ્યા છે. આ રોબોટિક નર્સ મેક ઇન ઇન્ડિયા હેઠળ બનાવવામાં આવ્યા છે. જે હવે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં આવેલા કોવિડ સેન્ટરમાં કાર્યરત કરવામાં આવશે.