સુરતના કતારગામ સ્થિત પુષ્પકુંજ સોસાયટીમાં બંદૂક જેવા હથિયારો સાથે લૂંટારૂઓ આવ્યાં હતાં. લૂંટારૂઓએ લૂંટ ચલાવવાના ઈરાદે સોસાયટીમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ કોઈ મોટો અંજામ આપે તે પહેલા લોકો જાગી ગયા હતાં. લોકોએ સમયસૂચકતા દાખવીને બૂમાબૂમ કરી મુકી હતી. જેથી લૂંટારૂઓ નાસી છૂટ્યાં હતાં. લૂંટારૂઓએ ચહેરા પર બુકાની જેવું બાંધ્યું હતું. હથિયારો સાથે આવેલી લૂંટારૂ ટોળકી કોઈ મોટી ઘટનાને અંજામ આપવા આવી હોવાની વાતથી સ્થાનિકોમાં ડરનો માહોલ પેદા થયો છે.
સુરતમાં લૂંટારૂઓનો લૂંટનો નિષ્ફળ પ્રયાસ CCTVમાં થયો કેદ - લૂંટનો નિષ્ફળ પ્રયાસ CCTVમાં થયો કેદ
સુરત: કતારગામ વિસ્તારમાં આવેલી પુષ્પકુંજ સોસાયટીમાં બંદૂક લઈને પાંચેક લૂંટારૂઓેએ રાત્રિના 12 વાગ્યા બાદ સૌ પ્રથમ સોસાયટીના વોચમેનને બંધક બનાવી લીધો હતો, ત્યાર બાદ છૂપા પગલે સોસાયટીમાં બંદૂકો લઈને પહોંચ્યા હતાં. જો કે, લોકો જાગી જતાં તેમનો કારસો સફળ થયો ન હતો અને તમામને નાસી જવાની ફરજ પડી હતી. આ સમગ્ર ઘટના ત્યાંના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
Surat
સ્થાનિકોએ સીસીટીવી સહિતની વિગતો પોલીસને આપી છે. પોલીસે સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. જેમાં જોઈ શકાય છે કે, લુંટારુઓ પ્રવેશ કરીને ગુનાને અંજામ આપવા ફરી રહ્યા છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરુ કરી છે.