- સુરત શહેરમાં રસ્તાઓ બિસ્માર હાલતમાંં
- ખરાબ રસ્તાઓના કારણે લોકો પરેશાન
- ડભોલી બાલાજી નગર પાસે ખાડામાં એક બસ ફસાઈ
સુરત : રાજ્યના માર્ગ પરિવહન પ્રધાન પૂર્ણશ મોદીના શહેરમાં પડેલા વરસાદના કારણે રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે. શહેરના રોડમાં અસંખ્ય ખાડાઓ દેખાઈ રહ્યા છે. જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહી પરંતુ રસ્તાઓ પર ભુવા પડવાની ઘટનાઓ પણ સામે આવી ચુકી છે, ત્યારે ડભોલી બાલાજી નગર પાસે ખાડામાં એક બસ ફસાઈ ગયી હતી. જેને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવી પડી હતી.
સુરતમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ
સુરતમાં છેલ્લા 15 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ આ વરસાદી માહોલમાં શહેરમાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. ચોમાસા દરમિયાન અને ચોમાસા બાદ સુરતમાં રોડ રસ્તાઓમાં ખાડા પડવાની ઘટનાઓ અનેકવાર સામે આવી ચુકી છે. એટલું જ નહી પરંતુ રસ્તાઓમાં ભુવા પડવાની ઘટનાઓ પણ ભૂતકાળમાં સામે આવી ચુકી છે.
ખરાબ રસ્તાને કારણે લોકો પરેશાન
શહેરમાં ખરાબ રોડ રસ્તાઓને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે કેટલાક રોડ રસ્તાઓ એટલી હદે બિસ્માર છે કે ત્યાંથી વહન લઈને પસાર થવું પણ ખુબ મુશ્કેલ બન્યું છે. ત્યારે સુરતના ડભોલી બાલાજી નગર પાસે ખાડામાં એક બસ ફસાઈ ગયી હતી. જેને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવી પડી હતી. બસ ચાલક બસને હંકારીને રોડની સાઇડ પર થી પસાર થઇ રહ્યા હતો ત્યારે ટ્રાવેલ્સ બસના પાછળના પૈડાં ભૂવામાં ફસાઈ ગયા હતા.જેમાંથી બહાર લાવવા માટે ભારે જહેમત કરવી પડી હતી.
રોડ પરના ખાડામાં બસ ફસાઈ
સુરતીઓને ચોમાસા દરમિયાન ભારે હાલાકી સામનો કરી રહ્યા છે. રોડ પર બસ ફસાઈ જતા બસની પાછળ નો ભાગ રોડ ટચ થઈ ગયો હતો. જેસીબી મશીનની મદદથી ટ્રાવેલ્સ અને કાઢવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ચોમાસા દરમિયાન આ જ પ્રકારની સ્થિતિ શહેરમાં જોવા મળી રહી છે. રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે, અને ભુવો પડવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. રોડ બનાવનાર કોન્ટ્રાકટરો દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં આવતી ન હોવાનો લોકો આરોપો લગાવી રહ્યા છે.
આ પણ વાંચોઃઆજથી સુરત જિલ્લામાં Jan Ashirwad Yatraની શરૂઆત
આ પણ વાંચોઃઉકાઇડેમમાંથી કેટલા લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવે તો સુરતમાં પૂરની સ્થિતિ સર્જાય ?