ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના માંડવી રોડ પર કાળમુખા ડમ્પરે ફૂટપાથ પર સુતેલા મજૂરોને કચડયા, 15 મજૂરોના મોત

માંગરોળ તાલુકાના પાલોદ ગામ નજીક બેકાબુ બનેલું ડમ્પર રોડની બાજુમાં ફૂટપાથ પર સુતેલા શ્રમજીવી પરિવારના સભ્યો પર ફરી વળતા 12 મજૂરોના સ્થળ પર અને 3 મજૂરોના હોસ્પિટલમાં કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે ઘાયલ 5 મજૂરો હાલ સારવાર હેઠળ છે.

ેો
ેો

By

Published : Jan 19, 2021, 8:16 AM IST

  • સુરતમાં કીમ ચાર રસ્તા પર ટ્રક ચાલકે સ્ટિરિંયગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત
  • રોડની સાઈડમાં સુતેલા મજુરોમાંથી 15 મજૂરોના મોત
  • પોલીસે ડમ્પર ચાલકની કરી ધરપકડ

સુરત: માંગરોળ તાલુકાના પાલોદ ગામ નજીક બેકાબુ બનેલું ડમ્પર રોડની બાજુમાં ફૂટપાથ પર સુતેલા શ્રમજીવી પરિવારના સભ્યો પર ફરી વળતા 12 મજૂરોના સ્થળ પર અને 3 મજૂરોના હોસ્પિટલમાં કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે ઘાયલ 5 મજૂરો હાલ સારવાર હેઠળ છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે

ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગૂમાવતા સર્જાયો અકસ્માત

પાલોદ ખાતે મજૂરી કામ કરતા મૂળ રાજસ્થાનના બાંસવાડાના કુશલગઢના વતની 6 જેટલા પરિવારો સોમવારે રાત્રે કીમ માંડવી રોડની સાઈડે આવેલા ફૂટપાથ પર સુતા હતા. આ દરમિયાન રાત્રીના 12 વાગ્યાની આસપાસ કીમથી માંડવી તરફ પુર ઝડપે જતા એક ડમ્પરના ચાલકે બેફામ રીતે ડમ્પર હંકારી લાવી સામેથી આવતા શેરડી ભરેલા ટ્રેકટરને ટક્કર મારી હતી. આ ટક્કર બાદ ડમ્પરના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ડમ્પર રોડની સાઈડે આવેલા ફૂટપાથ પર સુઈ રહેલા 20 મજૂરો પર ફરી વળ્યુ હતું.

સુરતના માંડવી રોડ પર કાળમુખા ડમ્પરે ફૂટપાથ પર સુતેલા મજૂરોને કચડયા

આ દુર્ઘટનામાં 15 મજૂરોના મોત

ડમ્પરના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ડમ્પર રોડની સાઈડે આવેલા ફૂટપાથ પર સુઈ રહેલા 20 મજૂરો પર ફરી વળ્યુ હતું. આ ઘટનામાં12 મજૂરોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 10 ઇજાગ્રસ્તોને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન 3 મજૂરોના મોત થયા હતાં. મજૂરોને કચડયા બાદ ડમ્પર ફૂટપાથની પાછળની બાજુ આવેલી દુકાનોમાં ઘુસી જતા પાંચ જેટલી દુકાનોને પણ નુકસાન પહોંચ્યું છે.

15 મજૂરોના મોત

પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા

આ ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતક મજૂરોના મૃતદેહોને એક ટેમ્પોમાં ભરી પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની કાર્યવાહી હાથ ધરી હતી.
હાલ પોલીસે ડમ્પર ચાલક અને ક્લીનરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂડિયા ડમ્પર ચાલકની ધરપકડ

ગત રાત્રે કીમ-માંડવી રોડ પર આવેલા પાલોદગામ નજીક ફૂટપાથ પર મોડી રાત્રે નીંદર માણી રહેલા શ્રમજીવી પરિવાર પર ડમ્પર ફરી વળતા 12 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. જ્યારે 8ને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એકનું સારવાર વેળાં મોત નીપજતાં મૃત્યુઆંક 15 પર પહોંચ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. પોલીસે ડમ્પર ચાલક અને ક્લિનરની ધરપકડ કરી હતી. ડમ્પરચાલક પકડાયો ત્યારે ચિક્કાર પિધેલી હાલતમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details