ગુજરાત

gujarat

ETV Bharat / city

Rising coal prices: કોલસાના ટન દીઠ ભાવમાં 300 ટકાનો વધારો, સુરતમાં મિલો બંધ થવાના આરે - દક્ષિણ ગુજરાત ટેકસટાઇલ પ્રોસેસિંગ ઉદ્યોગ

ઈમ્પોર્ટ કોલસાનો ટન દીઠ ભાવ રૂપિયા 4000થી વધીને આજે 18800ની નજીક (Rising coal prices) પહોંચી ગયો છે. જેના કારણે દક્ષિણ ગુજરાત ટેકસટાઇલ પ્રોસેસિંગ ઉદ્યોગની હાલાકી વધી છે. કોલસાના ભાવમાં ત્રણ સો ગણો વધારો થતાં પ્રોસેસિંગ હાઉસ (South Gujarat Textile Processing Industry) દ્વારા કોલસાની ખરીદી નહિવત કરવામાં આવી રહી છે. આવનાર દિવસોમાં દિવાળીના સમયે હજારો કારીગરો બેકાર બને તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.

Rising coal prices: કોલસાના ટન દીઠ ભાવમાં 300 ટકાનો વધારો, સુરતમાં મિલો બંધ થવાના આરે
Rising coal prices: કોલસાના ટન દીઠ ભાવમાં 300 ટકાનો વધારો, સુરતમાં મિલો બંધ થવાના આરે

By

Published : Oct 16, 2021, 2:17 PM IST

  • કોલસાનો ટન દીઠ ભાવ રૂપિયા 4000થી વધીને આજે 18800ની નજીક
  • 8 મહિના પહેલા કોલસાનો ભાવ 1 ટન 4000 રૂપિયા હતો
  • કોલસા પર મદાર રાખતા ઉદ્યોગોમાં ગુજરાતનો ટેકસટાઇલ પ્રોસેસિંગ ઉદ્યોગ

સુરત : કોલસાના ભાવમાં તોતિંગ વધારો (Rising coal prices) નોંધાયો છે. 8 મહિના પહેલા કોલસાનો ભાવ 1 ટન 4000 રૂપિયા હતો. ચાઇના ક્રાઇસીસના કારણે કોલસાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે આજે સુરતના પ્રોસેસિંગ મિલોના માલિકો એક ટન કોલસાના 18800 રૂપિયા આપી રહ્યા છે. દેશભરમાં કોલસાની જોવા મળી રહેલી તંગી અને વધી રહેલા ભાવની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ખાસ કરીને કોલસા પર મદાર રાખતા ઉદ્યોગોમાં ગુજરાતનો ટેકસટાઇલ પ્રોસેસિંગ ઉદ્યોગ છે. ટેકસટાઇલ પ્રોસેસિંગના પણ કોલસાનો ખાસો ઉપયોગ થાય છે. રોજના સવા બેથી અઢી લાખ મીટર ફેબ્રિકસનું પ્રોસેસર ટેક્સટાઇલ પ્રોસેસિંગ એકમોમાં રોજનો 100 ટન કોલસો વપરાય છે.

Rising coal prices: કોલસાના ટન દીઠ ભાવમાં 300 ટકાનો વધારો, સુરતમાં મિલો બંધ થવાના આરે

300થી વધુ મોટા એકમો છે

કોલસાની અછત અને ભાવ વધારા (Rising coal prices) અંગે દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસિંગ એસોસિએશનના (South Gujarat Textile Processing Industry)પ્રમુખ જીતુ વખરીયાએ જણાવ્યું હતું કે કોલસાનો ભાવ સાતમા આસમાને છે. અમે આઠ મહિના પહેલાં કોલસાના ટન દીઠ ભાવ રૂપિયા 4000 આપતા હતાં. આજે 300 ગણો વધારો નોંધાયો છે. કોલસા 18,000 રૂપિયા ટન દીઠ ખરીદી કરવી પડી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ટેકસટાઇલ પ્રોસેસિંગના 300થી વધુ મોટા એકમો છે. કોલસાની અછત અને ભાવ વધારાની તીવ્ર અસર ઉદ્યોગ પર જોવા મળી રહી છે.

આવનાર દિવસોમાં પણ કોલસાના ભાવમાં વધારો શક્ય છે

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ચીનમાં ક્રાઇસીસ અને રો મટીરીયલના ભાવમાં વધારો (Rising coal prices) થતા મિલને તાળાં ન લાગે આ માટે સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિયેશન જોબ ચાર્જમાં પણ 20 ટકા સુધી વધારો કરવાનો નિર્ણય કર્યો છે સાથોસાથ 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી શહેરની મિલો બંધ રહેશે તેવો નિર્ણય લેવાયો છે. અમને લાગતું હતું કે એક દિવસ કોલસાનો ભાવ સ્થિર થઈ જશે પરંતુ હવે લાગે છે કે આવનારા દિવસોમાં પણ કોલસાના ભાવમાં સતત વધારો નોંધાશે.

આ પણ વાંચોઃ કન્ટેનરના ભાવમાં વધારાને લઇ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ વૃદ્ધિના કારણે સમસ્યા સર્જાઈ છેઃ કેન્દ્રીયપ્રધાન પીયૂષ ગોયલ

આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાતમાં Mega Textile Park બનાવી શકાય તેવી જગ્યા શોધવા માગ

ABOUT THE AUTHOR

...view details