- શખ્સોએ નિવૃત્ત ઈજનેરની હત્યા કરી લૂંટ ચલાવી
- આરોપીઓ CCTVમાં દોડતા પણ કેદ થયા
- પોલીસે તપાસ હાથ ધરી
સુરતઃશહેરના ડુમ્મસ વિસ્તારમાં રહેતા એક રિટાયર્ડ ઈજનેરની રાત્રિ કરફ્યૂ દરમિયાન હત્યા થયાની ઘટના પ્રકાશમાં આવી છે. ડુમ્મસના કાંદી ફળિયા વિસ્તારમાં આવેલા દુકાન, મહોલ્લામાં રહેતા 61 વર્ષીય ભોપીન પટેલ એકલા તેમના ઘરમાં રહેતા હતાં. ભોપીનના 20 વર્ષ અગાઉ છૂટાછેડા થયા બાદ એકલા રહેતા હતા. ગુરુવારે મોડી રાત્રે પાંચ શખ્સોએ ભોપીન પટેલના ઘરે આવી તેમના હાથ બાંધીને લૂંટ ચલાવી હતી. સવારે ભોપીનના માતા રોજના ક્રમ પ્રમાણે તેના ઘરે ગયા હતાં. ભોપીન હાથ બાંધેલી હાલતમાં જમીન પર પડ્યો હતો. તાત્કાલિક ઘટના અંગે પોલીસને જાણકારી આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ રાજકોટમાં પરપ્રાતિંય પતિ-પત્ની વચ્ચે ઝગડો, પતિએ કરી પત્નીની હત્યા