સુરતઃ સુરત સહિત રાજ્યની 6 મેડીકલ કૉલેજના 1,000 ડોક્ટર એક સાથે આજે હડતાળ ઉપર ઉતર્યા (Surat Resident Doctors Strike) છે. તેમની માગણીઓ છે કે, બોન્ડ સેવાઓની રેસિડેન્ટ ડોક્ટરોમાં ગણવામાં આવે. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં તેઓ હડતાળ (Surat Resident Doctors Strike) પર ઉતર્યા છે. ડોક્ટર્સે અગાઉ આરોગ્ય વિભાગ અને મુખ્યપ્રધાનને (Resident Doctors appealed to CM) આ અંગે રજૂઆત કરી હતી. તેમ છતાં હજી સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. ડોક્ટર્સના મતે, તેઓ સતત ત્રણ મહિનાથી રજૂઆત (Resident Doctors appealed to CM) કરી હતી.
આ પણ વાંચો-Teenager killed in lightning strike in Patan : વીજળી પ઼ડતાં જિલ્લામાં નોંધાયું આ બીજું મોત, શું ઘટના બની જૂઓ
ડોક્ટર્સની વિવિધ માગણી -ડોક્ટર્સની માગ (Various Demands of Resident Doctors) છે કે, આરોગ્ય, આરોગ્ય પ્રધાન, આરોગ્ય વિભાગના અન્ય ડૉક્ટર્સને અમારી બોર્ડ સેવાને સિનિયર રેસિડેન્સીમાં ગણવામાં આવે. તે અંગે ભલામણ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. જોકે, હજી સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય આવ્યો નથી. એટલે તેઓ હડતાળ (Surat Resident Doctors Strike) પર ઉતર્યા છે.
સુરતમાં રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળ આ પણ વાંચો-Black Stone Quarry Strike : સ્ટોન ક્વોરી ઉદ્યોગોના માલિકોની હડતાળ સામે સરકાર ઝુકી
HR શિફ્ટ નીચે સેવા છે તેને બોન્ડ પીરિયડ તરીકે ગણવામાં આવે છે - ડોક્ટર્સે કહ્યું હતું કે, અમારી એક જ માગણી છે કે, અમે ફેબ્રુઆરી મહિનાથી 10થી 15 પત્ર લખ્યા છે. આ પહેલા અમે હાયર ઑથોરિટી, કમિશનર, આરોગ્ય પ્રધાન, ACS એવા ઘણા બધાને પત્ર લખ્યો છે. અમારી માગણી (Various Demands of Resident Doctors) એટલી જ છે કે, HR શિફ્ટ નીચે સેવા છે. તેને બોન્ડ પીરિયડ તરીકે ગણવામાં આવે. રાજ્ય સરકાર આ વસ્તુને ધ્યાનમાં લઈને અમારી માગણીઓને વ્યાજબી ગણીને સકારાત્મક વલણ આપે. આટલા બધા લેટર આપ્યા છતાં પણ હજી સુધી કોઈ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નથી.
80 જેટલા સિનિયર ડોક્ટર્સ હડતાળમાં જોડાયા -ડોક્ટર્સે વધુમાં જણાવ્યું હતું કે, અમારી માગણી (Various Demands of Resident Doctors) સંતોષવામાં આવે. અમે આ મામલે ACS મનોજ અગ્રવાલને પણ મળ્યા હતા. તેમ છતાં કોઈ સકારાત્મક જવાબ આપવામાં આવ્યો નથી. તેઓ એમ કહી રહ્યા છે કે, અમે હજી વિચારીશું. આજે 5 મહિના વીતી ગયા છે અને આટલા બધા પત્ર આપ્યા છે. છતાં સરકારને અમારી માગણી સંતોષવામાં કોઈ રસ નથી. અમે ફેબ્રુઆરીથી 10થી 15 વખત રજૂઆત કરી હતી. જોકે, હજી સુધી કોઈ સમાધાન ન આવતા અમે હડતાળનો (Surat Resident Doctors Strike) માર્ગ અપનાવ્યો છે.