સુરત:ગણતંત્ર દિવસ (Republic Day 2022) પર સહયોગ ફિઝિયોથેરાપી સેન્ટરે ડુમસ બીચ પરથી ફીટ ઇન્ડિયાનો સંદેશ આપવા સવારે 100થી વધુ મહિલાઓએ યોગા, એરોબિક્સ, ઝુંબા જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.
Republic Day 2022 : ફીટ ઇન્ડિયાનો સંદેશ આપવા મહિલાઓએ કર્યા યોગા 100થી વધુ મહિલાઓએ ફીટ ઇન્ડિયાનો સંદેશો આપ્યો
100થી વધુ મહિલાઓ દ્વારા ડુમસ બીચ પર એક સાથે યોગ, એરોબિક્સ અને ઝૂંબા જેવી પ્રવૃત્તિઓ કરીને ફીટ ઇન્ડિયાનો સંદેશો આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:રાઈડ વિથ શી ટીમ: મહિલા દિન પર ફીટ ઇન્ડિયા દ્વારા સાઈકલ રેલી કાઢવામાં આવી
મહિલાઓ ફિટ હશે તો પરિવાર ફિટ બનશે
આ પ્રસંગે આયોજક એવા સહયોગ ફિઝિયોથેરાપી સેન્ટરના સંચાલક આફ્રિન જાસાનીએ જણાવ્યું હતું કે, જો મહિલાઓ ફિટ હશે તો પરિવાર ફિટ બનશે,જો પરિવાર ફિટ રહેશે તો દેશ ફિટ રહેશે. વધુ મા તેમણે જણાવ્યું હતું કે સહયોગ ફિઝિયોથેરાપી સેન્ટર દ્વારા સમયાંતરે આ પ્રકારની સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવતી રહે છે.
આ પણ વાંચો:ફિટ ઇન્ડિયા અભિયાન: વડાપ્રધાન મોદીએ વય આધારિત પ્રોટોકોલ લોન્ચ કર્યો
મહિલાઓ માટે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવે છે
આ પહેલા વરાછામાં મહિલાઓ માટે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 7500થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત મહિલાઓ માટે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ અને સ્કૂલ કોલેજોમાં સેમીનારનું આયોજન કરવામાં આવે છે.