- આરોગ્ય વિભાગે વિવિધ દુકાનોમાંથી સેમ્પલો લઈને લેબોરેટરીમાં મોકલ્યા હતાં
- લોકોએ મીઠાઈ આરોગી લીધા બાદ તેનો રીપોર્ટ અનફીટ આવ્યો છે.
- 17 તારીખે 44 સેમ્પલ લેવામાં આવ્યાં હતાં જેમાં 4 સેમ્પલનો રીપોર્ટ અનફીટ
સુરત : સુરતમાં દર વર્ષે તહેવારો સમયે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવી મીઠાઈ અને ડેરી પ્રોડક્ટની દુકાનોમાં સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવે છે. આ વર્ષે પણ મનપાના આરોગ્ય વિભાગે અલગ અલગ ટીમ બનાવી કાર્યવાહી કરી હતી. જેમાં મનપાએ અલગ અલગ જગ્યાએથી સેમ્પલ લીધા હતાં. પરંતુ ઘોડા નાસી ગયાં બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સામે આવ્યો છે. લોકોએ મીઠાઈ આરોગી લીધા બાદ તેનો રીપોર્ટ અનફીટ આવ્યો છે. સુરતમાં 4 દુકાનોનો રીપોર્ટ અનફીટ આવતા દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.