- સુરતમાં કોરોના કહેરને કારણે ઓક્સિજનની અછત સર્જાઈ
- શહેરની હોસ્પિટલમાં ઓક્સિજનની ટેન્કો ઉભી કરવામાં આવી
- ઓક્સિજનના ટેન્કોનું ETV ભારત દ્વારા રિયાલિટી ચેક કરાયું
સુરત: મહારાષ્ટ્રના નાસિકમાં ઓક્સિજન ટેન્કરમાં થયેલા લીકેજ બાદ 22 લોકોનાં કરૂણ મોત નિપજયા હતા. બીજી બાજુ, ગુજરાતમાં ઓક્સિજનની અછત ન થાય તે માટે મુખ્ય શહેરોમાં ઓક્સિજનની ટેન્કો હોસ્પિટલમાં ઉભી કરવામાં આવી છે. આ ટેન્કોમાં રિફીલિંગની પ્રક્રિયા અને તકેદારી માટે શું સુવિધા છે તેની ETV Bharat દ્વારા પડતાલ કરવામાં આવી હતી.
સુરતમાં ઓક્સિજન ટેન્કોની વ્યવસ્થા અંગે ETV Bharatનું રિયાલિટી ચેક આ પણ વાંચો:સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની 6 ટનની ટેન્ક બનાવવાની કામગીરી હાથ ધરાઇ
ઓક્સિજનની લિક્વિડ ટેન્કો ઉભી કરાઈ
સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી 2000થી વધુ કોરોના પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે. આ ઉપરાંત, અનેક કેસોમાં ઓક્સીજનની જરૂરિયાત હોય છે. પરંતુ, આ જરૂરિયાત વચ્ચે અછતની પણ સમસ્યા સર્જાઇ હતી. જેના કારણે, સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે 2 ઓક્સિજનની ટેન્કો અને સ્મીમેર હોસ્પિટલ ખાતે 2 ઓક્સિજનની ટેન્કો ઉભી કરવામાં આવી છે. સુરતની વાત કરીએ તો, રોજે રોજ 250 ટન ઓક્સીજનની જરૂરિયાત પડે છે. જેને પૂર્ણ કરવા માટે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ઓક્સિજનની લિક્વિડ ટેન્કો ઉભી કરવામાં આવી છે.
સુરતમાં ઓક્સિજન ટેન્કોની વ્યવસ્થા અંગે ETV Bharatનું રિયાલિટી ચેક ઓક્સિજનની ટેન્કોની સાવચેતી માટેના પગલાં
નાસિકમાં બનેલી ઘટના બાદ એ જાણવું જરૂરી છે કે, આ લિક્વિડ ઓક્સિજનની ટેન્કોની સાવચેતી માટે શું પગલાં લેવામાં આવતા હોય છે. કારણ કે, આ ટેંકોથી સીધું કોવિડ હોસ્પિટલના દર્દીઓને ઓક્સિજન સપ્લાય કરવામાં આવતું હોય છે. સુરતના હજીરા વિસ્તાર ખાતે આવેલા આઈનોક્સ પ્લાન્ટથી આ ઓક્સિજન સુરત સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલ ટેન્કોના માધ્યમથી આવે છે. ત્યારે, સ્થળ પર જ તપાસવામાં આવતા આ ટેન્કોમાં ઓક્સિજન પૂરું પાડનાર એજન્સી એ.ડી.મોરે સન્સ એજન્સીના માલિક આત્મારામ મોરેએ જણાવ્યું હતું કે, તમામ જગ્યાએ એન્જિનિઅરની ટીમ તૈનાત હોય છે.
સુરતમાં ઓક્સિજન ટેન્કોની વ્યવસ્થા અંગે ETV Bharatનું રિયાલિટી ચેક આ પણ વાંચો:ઓક્સિજનની માગને પહોંચી વળવા સ્મીમેર હોસ્પિટલ ખાતે 20 હજાર લીટરની ઓક્સિજન ટેન્ક લગાવાઈ
ટેન્કો પાસે ફાયરબ્રિગેડની ગાડીઓ રાખવામાં આવી
ટેન્કોની પાસે જ ફાયરબ્રિગેડની ગાડી ઊભી કરવામાં આવે છે. 24 કલાક મોનિટરિંગ કરવામાં આવે છે અને ટેમ્પરેચર્ મેન્ટેન કરાય છે. એજન્સીના માલિક દ્વારા આપવામાં આવેલી તમામ જાણકારીઓ ત્યાં સ્થળ પર જ તપાસવામાં આવી હતી. રિફિલિંગની પ્રક્રિયા સમયે પોતે ત્યાં કંપનીના કર્મચારીઓ ઉભા હતા અને ટેન્કર નજીક ફાયર બ્રિગેડની ગાડી પણ ઉભી રાખવામાં આવી હતી.