સુરત નવરાત્રી પૂર્ણ ( Navratri 2022 Surat ) થવા જઇ રહી છે. જેના બીજા દિવસ દશેરાના દિવસે ( Dussehra celebration in Surat ) ભગવાન રામ અસુરી શક્તિના રાવણનું પૂતળું સળગાવાશે. જે માટે ઉત્તરપ્રદેશ ભગવાન કૃષ્ણની ભૂમિ મથુરાથી આવેલા પંદર જેટલા મુસ્લિમ કારીગરો ( Ravana statue by Muslim artisans ) એ સુરતના 65 ફુટ રાવણના પૂતળું બનાવ્યું છે.જે પુતળાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સુરતમાં દશેરાની ઉજવણી માટે રામ લીલા મેદાનમાં દશેરાના દિવસે સુરતમાં 65 ફૂટ જેટલું ઊંચું રાવણનું પૂતળું દહન ( Ravan Dahan on Vijaya Dashmi 2022) કરવામા આવશે.જ્યા રાવણનું આ પૂતળાનું મોટાભાગનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
સુરતમાં 65 ફૂટ જેટલું ઊંચું રાવણનું પૂતળું તૈયાર કરવામાં આવ્યું વિજયાદશમીનું રાવણ દહનજ્યારે રાવણ દહન થશે ત્યારે પહેલા રાવણ હસતા જોવા મળશે અને ત્યારબાદ આશિષબાજી થશે અને આસુરી શક્તિનો વિનાશ થશે. આ વખતે મુસ્લિમ કારીગરોએ રાવણ માટે નાયગ્રા બુટ પણ તૈયાર કર્યું છે. હિન્દુ મુસ્લિમ વચ્ચે કોઈ પણ ભેદભાવ રાખ્યા વિના વર્ષોથી દશેરા અગાઉ રાવણના પૂતળા બનાવવાની તૈયારી કરે છે. તેમનો આ ઉમદા પ્રયાસ સમાજ માટે પણ એક ભાઈચારાનો સંદેશ પાઠવી રહ્યો છે.
રાવણનું પૂતળું ઓર્ડરથી બનાવડાવવામાં આવ્યું છેકોરોનાના બે વર્ષ બાદ સુરતના વેસુ સ્થિત રામલીલા મંડળી દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દશેરાના પર્વની ઉજવણી કરવામાં આવશે. આ માટે રામલીલા મંડળી દ્વારા 65 ફૂટ જેટલું ઊંચું રાવણનું પૂતળું ઓર્ડરથી બનાવડાવવામાં આવ્યું છે.જો કે રાવણનું પૂતળું બનાવનાર મુસ્લિમ કારીગરો છે. રાવણનું પૂતળું તૈયાર કરનાર મોહમ્મદ શેખના જણાવ્યાનુસાર આ પૂતળું તૈયાર કરવામા અલગ અલગ કારીગરો કામે લાગ્યા છે. જ્યાં ચાલીસ દિવસની મહેનત બાદ આ વિશાલ રાવણનું પૂતળું તૈયાર કરવામા આવી રહ્યું છે. રાવણનો ચહેરો વધુ ક્રૂર લાગે આ માટે મુસ્લિમ કારીગરોએ આ વખતે રાવણ માટે નાયગ્રા બુટ બનાવ્યું છે જે આશરે 7 ફિટ 5 લાંબો છે.
ભાઈચારાનો સંદેશ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 40 વર્ષથી તેઓ સુરત આવી રહ્યા છે અને વર્ષોથી તેઓ ઓર્ડર પ્રમાણે રાવણના પૂતળા તૈયાર કરે છે. હિન્દુ મુસ્લિમ વચ્ચે ભેદભાવ રાખવો તે યોગ્ય નથી માનવામાં આવતું. જેથી કોઈ પણ ભેદભાવ રાખ્યા વિના વર્ષોથી આ રાવણના પૂતળા તૈયાર કરતા આવ્યા છે. હાલ રાવણના પૂતળું મોટાભાગનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.જેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
સુરતમાં 65 ફૂટ જેટલું ઊંચું રાવણનું પૂતળુંવેસુ સ્થિત વિશાળ મેદાનમાં આસુરી શક્તિના રાક્ષસ રાવણનું મહાકાય પૂતળાનું દહન કરવામાં આવશે.જેમાં ભારે આતશબાજી પણ જોવા મળશે. રામ મંડળી દ્વારા આ માટે અદભુત આયોજન કરવામાં આવ્યું છે. જ્યા મેદાનમાં રાવણના 65 ફૂટ પૂતળાની સાથે અલગ અલગ પૂતળાં પણ તૈયાર કરવામાં આવ્યા છે.આ અદભુત નજારો જોવા શહેરીજનોની વિશાળ મેદની દશેરાના દિવસે ઉમટશે અને રાવણ દહનનો નજારાનો લાભ ઉઠાવશે. રાવણનું પૂતળું બનાવવા પાછળ કાગળની લાઈ,વાંસ,સહિતની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે આતશબાજી માટે સુતરી બૉમ્બ,કોઠી સહિત આતશબાજી ફટાકડા પૂતળામાં ફિટ કરવામાં આવશે.