ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં મંદિર પરિસરમાં નાનકડા રથમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને પરિક્રમા કરાવવામાં આવી - Rathyatra will not held in Surat

કોરોનાની મહામારીના કારણે આ વખતે સુરતની મુખ્ય અને સૌથી મોટી ગણાતી ઇસ્કોન મંદિરની ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી શકી નથી. જ્યાં માત્ર મંદિર પરિસરમા નાનકડા રથમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને બિરાજમાન કરાવી પરિક્રમા કરાવવામાં આવી છે. ભગવાન આ વખતે નગર ચર્ચાએ નીકળી ન શકતા ભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી હતી. જો કે મંદિરના બહારથી જ ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. તો સાથે જ મંદિરના પરિસર અને બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો.

મંદિર પરિસરમાં નાનકડા રથમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને બિરાજમાન કરાવી પરિક્રમા કરાવવામાં આવી
મંદિર પરિસરમાં નાનકડા રથમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને બિરાજમાન કરાવી પરિક્રમા કરાવવામાં આવી

By

Published : Jun 23, 2020, 3:39 PM IST

સુરત: કોરોનાની મહામારીથી સમગ્ર દેશ ઝઝૂમી રહ્યું છે. ત્યારે આ વચ્ચે અષાઢી બીજના દિવસે સુરતમાં નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રાને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કોરોનાની મહામારીના પગલે સુરતના જહાંગીરપુરા ઇસ્કોન મંદિરની રથયાત્રાને પોલીસ પરવાનગી ન મળતા નિકળી શકી નથી. દર વર્ષે અષાઢી બીજના દિવસે સુરત રેલવે સ્ટેશનથી ઇસ્કોન મંદિરની સૌથી મોટી રથયાત્રા નીકળતી હોય છે. જેમાં અન્ય રાજ્ય અને વિદેશથી ભક્તો રથયાત્રામાં જોડાવવા આવતા હોય છે.

દર વર્ષે યોજાતી ભગવાન જગન્નાથની આ રથયાત્રા આશરે 14 કિલોમીટર જેટલી લાંબી યાત્રા હોય છે. જેમાં 50 હજારથી વધુ ભક્તો જોડાય છે. પરંતુ આ વખતે ભગવાન જગન્નાથની રથયાત્રા કોરોનાની મહામારીના પગલે નીકળી ન શકતા ભક્તો ભગવાનના દર્શનથી વંચિત રહ્યા છે.

સુરતના જગન્નાથ મંદિર પરિસરમાં નાનકડા રથમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને પરિક્રમા કરાવવામાં આવી

કોરોનાની મહામારીના કારણે આ વખતે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને નાનકડા રથમાં મંદિરના પરિસરમાં પરિક્રમા કરાવવામાં આવી છે. જેમાં મંદિરના સેવકો, ટ્રસ્ટીગણ, પૂજારીઓએ મર્યાદિત સંખ્યા સાથે ભગવાનને મંદિરની ફરતે પ્રદક્ષિણા કરાવી સંતોષ માન્યો છે. આ સાથે જ ભગવાન જગન્નાના દર્શન કરવા આવેલા કેટલાક ભક્તોએ દુઃખની લાગણી સાથે ભગવાનના દૂરથી જ દર્શનનો લ્હાવો લઈ સંતોષ વ્યકત કર્યો હતો. મંદિર બહાર ભક્તોની મોટી ભીડ ના જામે તેને લઈ શહેર પોલીસ દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો. જ્યાં મંદિરના પટાંગણમાં કોઈ પણ ભક્તોને પ્રવેશ સુધા આપવામાં આવ્યો નહોતો.

મહત્વનું છે કે, આ વર્ષ કોરોના મહામારીના કારણે સમગ્ર ભારતમાં યોજાતી રથયાત્રા પુરીમાં હાઇકોર્ટ દ્વારા શરતોના આધીન યોજવાની મંજૂરી આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details