ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ જવાનોનો રેપિડ ટેસ્ટ, SMCએ કરી વ્યવસ્થા - Rapid test of Surat police personnel

સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પોલીસ જવાન અને પોલીસ બંદોબસ્તમાં આવેલા SRP જવાનોના રેપિડ ટેસ્ટ અને RTPCR ચેકઅપ કરવામાં આવી રહ્યાં છે.

સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ જવાનોનો રેપિડ ટેસ્ટ, SMCએ કરી વ્યવસ્થા
સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ જવાનોનો રેપિડ ટેસ્ટ, SMCએ કરી વ્યવસ્થા

By

Published : May 14, 2021, 2:18 PM IST

  • સુરત પોલીસના જવાનોનું કોરોના ટેસ્ટિંગ હાથ ધરાયું
  • કોર્પોરેશને કરી રેપિડ અને આરટીપીસીઆર ટેસ્ટની વ્યવસ્થા
  • ફરજ ઉપરના તમામ જવાનોનું રેપિડ ટેસ્ટ

    સુરતઃ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પ્રજાની વચ્ચે ખડેપગે ઉભા રહેનાર પોલીસ જવાનો અને અન્ય શહેરોમાંથી આવેલી SRP ટુકડીઓનું હાલ કોરોના મહામારી ચાલી રહી છે. તેમના આરોગ્યનું પણ ધ્યાન રાખવામાં આવે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા રેપિડ અને RTPCR ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી આશિષ નાયક દ્વારા જણાવ્યું કે શહેરમાં કોરોના કેસમાં ઘટાડો જોવામાં આવી રહ્યો છે.પોલીસ જવાનો અને અન્ય શહેરોમાંથી આવેલી SRP ટુકડીઓ જેઓ પોતાના પરિવાર છોડી અહીં લોકોની રક્ષા માટે આવ્યાં છે. તેમના આરોગ્યનું ધ્યાન રાખવું મહાનગરપાલિકાની ફરજ બને છે. આ માટે આજે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તમામ પોલીસ જવાનો અને SRP ટુકડીઓનું રેપિડ અને RTPCR ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. રેપિડ ટેસ્ટનો રિપોર્ટ તરત આપી દેવામાં આવે છે અને RTPCR રિપોર્ટ માટે બે દિવસનો સમય લાગે છે. જેથી તે જવાનોને બે દિવસ સુધી આરામનો સમય પણ આપવામાં આવ્યો છે. આ આરામનો સમય તેમના જ SRP ટુકડીઓના ઇન્ચાર્જ દ્વારા આપવામાં આવેલ છે.


આ પણ વાંચોઃ સુરતઃ ભાજપના 93 કોર્પોરેટરોએ ફાળવી ગ્રાન્ટ, કોવિડની કામગીરી માટે 5-5 લાખ આપ્યાં



SRP ટુકડીઓના 30 જવાનોનું ચેકઅપ કરવામાં આવ્યું

આજે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની રેપિડ ટેસ્ટની ટીમ દ્વારા સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ જવાન અને અન્ય શહેરોમાંથી આવેલા SRP ટુકડીઓના જે ડે બાય ડે તેઓના ઇન્ચાર્જ ઓફિસરો દ્વારા પોઇન્ટ આપવામાં આવે છે અને જે લોકોને પોઇન્ટ આપવામાં નથી આવેલા એવા 30 SRP જવાનોનું રેપિડ અને RTPCR ચેકઅપ કરવામાં આવ્યું છે. હાલ RTPCR રિપોર્ટ આવવાનો બાકી છે તો તેમના ઇન્ચાર્જ ઓફિસર દ્વારા તેમને બે દિવસ સુધી આરામ પણ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ફેફસામાં 80 ટકા ઇન્ફેકશન, વસિયતનામું પણ બનાવી દીધું છતાં 90 વર્ષીય દાદાએ કોરોનાને આપી મ્હાત

ABOUT THE AUTHOR

...view details