- સુરતમાં ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ
- સિક્યોરિટી ગાર્ડે બાળકી સાથે કર્યું દુષ્કર્મ
- પોલીસે નરાધમ સિક્યુરિટી ગાર્ડની અટકાયત કરી
- સુરતના અડાજણમાં ગૌરવ પથ રોડ પરની ઘટના
સુરત: અડાજણમાં ગૌરવ પથ રોડ ઉપર એક સિક્યોરિટી ગાર્ડ ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. જોકે, બાળકીને ગંભીર ઈજા થતા બાળકીને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે નરાધમ સિક્યોરિટી ગાર્ડની અટકાયત કરી છે.
આ પણ વાંચો-સગીરા પર દુષ્કર્મ આચરનારા 2 આરોપીઓની પોક્સો એક્ટ (Pocso Act ) હેઠળ કરાઇ ધરપકડ
પોલીસની PCR વાન આવી ત્યારે સમગ્ર ઘટના સામે આવી
પાલ ગૌરવપથ ઉપર બિલ્ડીંગના બાંધકામમાં કામ કરતા મજૂર પરિવારની બાળકીને સિક્યોરિટી ગાર્ડ ફોસલાવીને ક્યાંક લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. બાળકી જ્યારે ઘરે આવી ત્યારે ખૂબ જ રડતી હતી. તે દરમિયાન પરિવાર પણ રડવા લાગ્યો હતો અને તે જ સમયે પોલીસને પીસીઆર વાન ત્યાંથી પસાર થઈ હતી. પોલીસે પૂછપરછ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી. પોલીસે બાળકીનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું.
આ પણ વાંચો-વડોદરામાં 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી મિકેનીક યુવકે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ
પોલીસે આરોપી શિવનારાયણને દબોચી લીધો
બીજી તરફ પોલીસે નજીકમાં આવેલા CCTV કેમેરા તપાસ કર્યા હતા, જેમાં નજીકની એક બિલ્ડીંગમાં સિક્યોરિટી તરીકે કામ કરતો શિવ નારાયણ નામનો શખ્સ નજરે પડ્યો હતો. પોલીસે શિવ નારાયણને દબોચી લીધો છે. જોકે, સત્તાવાર રીતે શિવ નારાયણની ધરપકડ બતાવવામાં આવી ન હોવાનું પણ જાણવા મળ્યું છે.