ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના કલેકટર કચેરી માટે મતદાન જાગૃતિને લઇ રંગોળી સ્પર્ધા યોજાઈ

સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જ જાહેર થઈ શકે છે. ૨૫મી ડિસેમ્બરના રોજ મતદાતા જાગૃતિ દિવસ છે. ત્યારે લોકો મોટી સંખ્યામાં નૈતિક મતદાન કરે એ માટે તંત્ર સજ્જ થયું છે. જેની શરૂઆત પણ ખાસ સંદેશો સાથે સરકારી કચેરીઓમાં જોવા મળી રહી છે. સુરતના કલેકટર કચેરી માટે મતદાન જાગૃતિને લઇ ખાસ રંગોળી બનાવવામાં આવી હતી. આ રંગોળી શહેરની વિદ્યાર્થીઓ બનાવી હતી. આ ખાસ પ્રતિયોગિતા તંત્ર દ્વારા લેવાઈ રહી છે. શ્રેષ્ઠ રંગોળીને ચૂંટણી વિભાગ દ્વારા ઈનામ પણ આપવામાં આવશે.

By

Published : Jan 23, 2021, 11:11 AM IST

ds
ds

સુરતઃ ચૂંટણીમાં લોકો મતદાન મોટી સંખ્યામાં કરે એ માટે તંત્ર હંમેશા જાગૃતિ કાર્યક્રમ યોજતા આવ્યા છે. આ વખતે સરકારી તંત્ર દ્વારા કલેકટર કચેરી સહિત શહેર અને જિલ્લાની તમામ સરકારી કચેરીઓ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી બનાવવામાં આવી હતી. આ રંગોળીના માધ્યમથી લોકોને મોટી સંખ્યામાં નૈતિક મતદાન કરવા માટે અપીલ કરાઇ હતી. રંગોળીને ખાસ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. રંગોળીમાં મતદાન હમારા અધિકાર હૈ જેવા સ્લોગન તો બીજી બાજુ એવીએમ મશીન પણ બનાવવામાં આવ્યા હતા. લોકોમાં જાગૃતિ આવે એ માટે આ ખાસ રંગોળી પ્રતિયોગિતા તંત્ર દ્વારા રાખવામાં આવી હતી અને શહેરની શાળાઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

દિવ્યાંગને મતદાન કરતા દર્શાવવામાં આવ્યા

શહેરની એમડી જરીવાળા શાળામાંથી આવેલા રિનલ પટેલે જણાવ્યું હતું કે અહીં યોજવામાં આવેલા પ્રતિયોગિતામાં અમે ભાગ લેવા આવ્યા છે. અમે જે રંગોળી બનાવી છે તેમાં દિવ્યાંગને દર્શાવવામાં આવ્યા છે. જે મતદાન કરવા જઈ રહ્યો છે અને પોતાના મતનો ઉપયોગ કરી રહ્યો છે.

બાળકોએ ઉત્સાહથી દોરી રંગોળી

સુરત જિલ્લા શિક્ષણાધિકારી હરેશ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે 25મી ડિસેમ્બરના રોજ મતદાતા જાગૃતિ દિવસ છે. જેના અંતર્ગત આ ખાસ પ્રતિયોગિતા યોજવામાં આવી છે. બાળકો ઉત્સાહથી રંગોળી દોરી હતી. અન્ય સ્થળની રંગોળી જોવા માટે અમે વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. લોકો મતદાન કરે અને જાગૃતિ આવે તે હેતુસર આ રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું હતું.

મામલતદાર કચેરીઓ ખાતે આ રંગોળી બનાવવામાં આવી

શિક્ષણ નિરીક્ષક અરુણ અગ્રવાલે જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2021 અંતર્ગત લોકોની અંદર મતદાન અંગે જાગૃતિ આવે ખાસ કરીને નૈતિક મતદાન અંગે જાગૃતિ આવે માટે સુરત જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ શહેર અને જિલ્લાના તમામ મામલતદાર કચેરીઓ ખાતે આ રંગોળી બનાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી બનાવવામાં આવી છે. જેની પ્રતિયોગિતા પણ રાખવામાં આવી હતી. જે પણ આ રંગોળી સૌથી સારી બનાવશે તેઓને ચૂંટણી શાખા દ્વારા ઈનામ પણ આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details