ગુજરાત

gujarat

ETV Bharat / city

Ranbir Alia Wedding: સુરતના જ્વેલર્સે રણબીર-આલિયાને ગિફ્ટ કર્યું 5 ફૂટનું 125 ગોલ્ડ પ્લેટેડ રોઝનું બુકે - સોનાના વરખનું બુકે સુરત

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નગ્રંથી (Ranbir Alia Wedding)થી જોડાઈ રહ્યા છે ત્યારે સુરતના જ્વેલર્સે તેમને 5 ફૂટનું 125 ગોલ્ડ પ્લેટેડ રોઝનું બુકે ગિફ્ટ કર્યું છે. આ બુકે સોનાના વરખમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. એક રોઝની કિંમત 1700થી 2000 રૂપિયા આસપાસ છે.

સુરતના જ્વેલર્સે રણબીર-આલિયાને ગિફ્ટ કર્યું 5 ફૂટનું 125 ગોલ્ડ પ્લેટેડ રોઝનું બુકે
સુરતના જ્વેલર્સે રણબીર-આલિયાને ગિફ્ટ કર્યું 5 ફૂટનું 125 ગોલ્ડ પ્લેટેડ રોઝનું બુકે

By

Published : Apr 13, 2022, 8:45 PM IST

સુરત:રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નગ્રંથી (Ranbir Alia Wedding)થી જોડાવા જઈ રહ્યા છે અને આ લગ્ન ટૉક ઓફ ધી ટાઉન છે, ત્યારે આ બંનેના ચાહકો (Ranbir Alia Fans In Surat) પોતપોતાની રીતે તેમને ભેટ (Gifts For Ranbir And Alia) આપવા ઉત્સુક બન્યા છે. સુરતના તેમના એક ચાહકે એક-બે કે પાંચ નહીં, પરંતુ 125 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ (24 carat gold plated bouquet surat) 5 ફૂટનું બુકે તેમને ઉપહાર સ્વરૂપમાં મુંબઈ મોકલ્યું છે.

5 ફૂટનું બુકે ઉપહાર સ્વરૂપમાં મુંબઈ મોકલ્યું.

2 કર્મચારી બુકે આપવા મુંબઈ પહોંચ્યા-રણબીર કપૂર અને આલિયા ભટ્ટની લગ્નવિધિ શરૂ થઈ ગઈ છે, ત્યારે સુરતના જ્વેલર્સ (Jewelers from Surat) દીપક ચોક્સી અને તેમના પુત્રએ આલિયા અને રણબીરને ઉપહાર સ્વરૂપે 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ રોઝ બુકે ગિફ્ટમાં આપ્યું છે. તેમના 2 કર્મચારીઓ મુંબઈ ખાતે રણબીર-આલિયાની લગ્નવિધિ શરૂ થઇ છે ત્યાં બુકે આપવા માટે પહોંચી ગયા હતા. આ બુકેને જોઈને લોકો પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.

આ પણ વાંચો:કેટરિના-વિકીની જેમ લગ્ન કરશે આલિયા-રણબીર! આ 6 વસ્તુઓ હશે ખાસ

પુત્ર અને પુત્રવધુ રણબીર-આલિયાના ચાહક-આ બુકે સોનાના વરખ (gold foil bouquet surat) માંથી તૈયાર કરવામાં આવ્યું છે, જે 100 ટકા રીયલ સોનું છે. સોશિયલ મીડિયામાં આ બુકે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. જ્વેલર્સ દીપકભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે, તેમના પુત્ર અને પુત્રવધુ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ચાહક છે. તેમના લગ્ન પ્રસંગે તેઓ ગિફ્ટ (gifts from fans to celebrities in India) આપવા માંગતા હતા, ત્યારે આ ખાસ ડિઝાઇન તૈયાર કરી તેઓએ 5 ફૂટનું ગોલ્ડ પ્લેટેડ રોઝનું બુકે ગિફ્ટ આપવાનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચો:આલિયા ભટ્ટ પહેલા રણબીર કપૂરને આ 8 અભિનેત્રીઓ સાથે થયો હતો 'પ્રેમ', જુઓ તસવીરો

શું છે ખાસિયત- આ બુકેની ખાસિયત છે કે, તેમાં 125 જેટલા ગોલ્ડ પ્લેટેડ છે. તે રોઝની કિંમત 1,700થી 2,000 રૂપિયા હોય છે. વેલેન્ટાઈન ડે પર લોકો ખૂબ જ પસંદ કરતા હોય છે. આ બુકેને 5 દિવસમાં તૈયાર કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details