ગુજરાત

gujarat

ETV Bharat / city

રક્ષાબંધન પર ભાઈ બહેન થશે ખુશ, આવી ગઈ છે તેમની મનપસંદ ફ્લેવરની કાજુકતરી - Rakshabandhan in Surat

રક્ષાબંધન ભાઈ બહેનનો એક માત્ર દિવસ ટૂંક સમયમાં(Raksha Bandhan 2022) આવી રહ્યો છે. જેમાં બહેન રાખડી બાંધી ભાઈને મોઢું મીઠું કરાવે છે. જેને લઈને સુરતમાં અવનવાર આ રક્ષાબંધનના પાવન(Raksha Bandhan in Gujarat) અવસરે અવનવી મીઠાઈઓ બનતી રહેતી હોય છે. એવીજ રીતે આ વર્ષે પણ ભાઈઓને પસંદ કાજુકતરીની સાથોસાથ બહેનને મનપસંદ મીઠાઈઓ વિક્રેતાઓને ત્યાં વેચાઈ રહી છે.

રક્ષાબંધન પર ભાઈ બહેન થશે ખુશ, આવી ગઈ છે તેમની મનપસંદ ફ્લેવરની કાજુકતરી
રક્ષાબંધન પર ભાઈ બહેન થશે ખુશ, આવી ગઈ છે તેમની મનપસંદ ફ્લેવરની કાજુકતરી

By

Published : Aug 9, 2022, 9:03 PM IST

સુરત:રક્ષાબંધનનો પર્વ(Raksha Bandhan in Gujarat) એટલે કે રક્ષા કવચની સાથે અવનવી મીઠાઈથી તેના ભાઈનું મોઢું મીઠું કરાવવું, જે આ ભાઈ બહેનના સંબંધમાં વધુ મિઠાશ ભરે છે. આ પર્વને ધ્યાનમાં રાખી સુરતમાં હંમેશા અવનવી મીઠાઇઓ બનતી રહે છે. ત્યારે આ વખતે સુરતમાં ભાઈઓને પસંદ કાજુકતરીની સાથોસાથ બહેનને મનપસંદ પાણીપુરી ફ્લેવરને ધ્યાનમાં રાખી પાણીપુરી કતરી તૈયાર કરવામાં આવી છે. એટલું જ નહીં સુપરહિટ સાઉથ ઇન્ડિયન ફિલ્મ KGF(South Indian Film KGF) નામની પણ મીઠાઇએ ધૂમ મચાવી છે. આ સાથે વિદેશમાં હોટ ફેવરિટ ડ્રાયફ્રુટ ફેન્સી બિસ્કોફની મીઠાઈ પણ ડિમાન્ડમાં(Sweet Market in Surat) છે.

સુરતમાં ભાઈઓને પસંદ કાજુ કતરીની સાથોસાથ બહેનને મનપસંદ પાણીપુરી ફ્લેવર ને ધ્યાનમાં રાખી પાણીપુરી કતરી તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો:Sweet Prices on Raksha Bandhan: આ તહેવારોમાં મીઠાઈનો સ્વાદ બનશે 'કડવો'

સુરતમાં મીઠાઈ વિક્રેતાએ બનાવી પાણીપુરી કાજુકતરી -ભાઈ અને બહેન સાથે રમે છે, ઝઘડો કરે છે અને એકબીજાને ખૂબ જ પ્રેમ પણ કરે છે. ભાઈ બહેનનો સંબંધ ખાટો મીઠો અને નમકીન હોય છે. ભાઈ બહેનના આજ સંબંધોને ધ્યાનમાં રાખી સુરતમાં મીઠાઈ વિક્રેતાએ આ વખતે રક્ષાબંધનના પર્વ પર પાણીપુરી ફ્લેવરની કાજુકતરી(Panipuri flavour Kaju Katli) બનાવી છે. જેનું નામ પાણીપુરી કાજુકતરી છે. જેની કિંમત 920 રૂપિયા(Sweet Prices on Raksha Bandhan) કિલો છે. આ મીઠાઈ ખાવા પર લાગશે કે તમે પાણીપુરી અને કાજુ કતરી સાથે ખાઈ રહ્યા છો. આ કાજુ કતરી મીઠી તીખી અને નમકીન છે.

KGF નામની મીઠાઈ -બીજી બાજુ KGFમાં જે રીતે સાઉથના હીરો એકદમ ખૂબ જ મજબૂત કિરદારમાં જોવા મળે છે. તેનાથી પ્રભાવિત થઈને પણ કાજુ, બદામ, પિસ્તા જેવા ડ્રાયફ્રુટથી એક મીઠાઈ તૈયાર કરવામાં આવી છે. જેનું નામ પણ KGF મીઠાઈ રાખવામાં આવ્યું છે. જેની કિંમત 1140 રૂપિયા છે. વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત બિસ્કિટ ડ્રાયફ્રુટ ફેન્સી બિસ્કોફ પણ આ વખતે મીઠાઈમાં જોવા મળી રહી છે. જેની કિંમત 1140 રૂપિયા છે.

KGF અને અન્ય મીઠાઈની ફ્લેવર - મીઠાઈ વિક્રેતા રાધા મીઠાઈવાળાએ જણાવ્યું હતું કે, જે રીતે ભાઈ બહેનનો સંબંધ હોય છે. ખાટો મીઠો અને નમકીન તે જ ધ્યાનમાં રાખી આ વખતે પાણીપુરી ફ્લેવરની કાજુકતરી બનાવવામાં(Rakshabandhan in Surat) આવી છે. લોકો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. માત્ર સુરત જ નહીં અને ભરૂચ, વડોદરા, વલસાડ જેવા અન્ય શહેરના લોકો પણ KGF અને અન્ય મીઠાઈની ફ્લેવર રક્ષાબંધનના પર્વ પર ખરીદવા માટે આવી રહ્યા છે.

આ પણ વાંચો:Raksha Bandhan 2022 : પંચગવ્યમાંથી બનેલી રાખડીનું ઉત્પાદન કરીને મહિલાઓ બની રહી છે આત્મનિર્ભર

ભાઈને મારી યાદ આવશે - ચેન્નઈથી સુરત ફરવા માટે આવેલી મૈત્રીએ જણાવ્યું હતું કે, સાઉથ ઇન્ડિયન ફિલ્મના નામે સુરતમાં મીઠાઈ જોવા મળી. જે જોઈને હું પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી. હું પોતે ચેન્નઈથી છું. આ સાંભળીને ખૂબ જ સારું લાગ્યું કે અહીં KGF નામની મીઠાઈ પણ મળી રહી છે. હું રક્ષાબંધન પર મારા વતન જઈ શકીશ નહીં પરંતુ પાણીપુરી ફ્લેવરની મીઠાઈ ચોક્કસથી ભાઈને મોકલીશ જેથી ભાઈને મારી યાદ આવશે.

ABOUT THE AUTHOR

...view details