ગુજરાત

gujarat

ETV Bharat / city

Raksha Bandhan 2022: કિંમત લાખોમાં છતાં રિઅલ ડાયમંડની રાખડી લોકો માટે બની આકર્ષણનું કેન્દ્ર

સુરતમાં રક્ષાબંધનને ધ્યાનમાં (Raksha Bandhan 2022) રાખી રિયલ ડાયમંડની રાખડીઓ તૈયાર (Rakhi specialty of real diamond) કરવામાં આવી છે. આ રાખડીની કિંમત 1,00,000થી 15,00,000 રૂપિયા સુધીની રાખવામાં (Real Diamond Rakhi) આવી છે. તો આ રાખડીની અન્ય શું વિશેષતા છે જૂઓ.

Raksha Bandhan 2022: કિંમત લાખોમાં છતાં રિઅલ ડાયમંડની રાખડી લોકો માટે બની આકર્ષણનું કેન્દ્ર
Raksha Bandhan 2022: કિંમત લાખોમાં છતાં રિઅલ ડાયમંડની રાખડી લોકો માટે બની આકર્ષણનું કેન્દ્ર

By

Published : Aug 3, 2022, 10:16 AM IST

સુરતઃ ભાઈ અને બહેનના નિઃસ્વાર્થ પ્રેમનો ઉત્સવ એટલે રક્ષાબંધન (Raksha Bandhan 2022). આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધી તેની રક્ષા માટે પ્રાર્થના કરે છે. તેવામાં હવે બજારમાં પણ અવનવી રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બને છે. તેને ધ્યાનમાં રાખીને ડાયમંડ સિટી સુરતમાં (Diamond City Surat) રિયલ ડાયમંડની રાખડી (Real Diamond Rakhi) બનાવવામાં આવી છે, જે રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર (Rakhi specialty of real diamond) બની છે.

રોકાણ માટે રાખડીની ખરીદી વધી

રોકાણ માટે રાખડીની ખરીદી વધી - ડાયમંડ સિટી સુરત (Diamond City Surat) શહેરમાં રક્ષાબંધનના (Raksha Bandhan 2022) પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખી રિઅલ ડાયમંડની (Real Diamond Rakhi) 1,00,000 રૂપિયાથી લઈ 15,00,000 રૂપિયા સુધીની રાખડીઓ છે. હાલ સોનાને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાતા રોકાણ તરીકે બહેનો ભાઈ માટે રિઅલ ડાયમંડની રાખડીઓ ખરીદી રહી છે. એટલું જ નહીં, આ વખતે સોના, પ્લેટિનમ અને વિશેષ કરીને રિઅલ ડાયમંડની રાખડીઓની માગ (Demand for Diamond Rakhi) છે.

લોકોના બજેટને ધ્યાનમાં રાખી રાખડી તૈયાર કરાઈ

અનમોલ ઉપહાર - રક્ષાબંધનના (Raksha Bandhan 2022) પાવન પર્વ પર બહેનો રિઅલ ડાયમંડની (Real Diamond Rakhi) રાખડીઓ આપીને ભાઈને અનમોલ ઉપહાર આપવા માગે (Demand for Diamond Rakhi) છે. ભાઈ-બહેનનો પવિત્ર સંબંધ સદા હીરાની જેમ ચમકતો રહે તે માટે આ વર્ષે રક્ષાબંધનના પર્વ પર ખાસ રાખડીઓ જોવા મળી (Rakhi specialty of real diamond) રહી છે.

રક્ષાબંધનને ગણતરીના દિવસો બાકી - ભાઈના કાંડા પર રાખડી બાંધવા માટે એક વર્ષ સુધી બહેન રાહ જોતી હોય છે. ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનને (Raksha Bandhan 2022) ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે બજારમાં આમ તો અવનવી રાખડીઓ જોવા મળે છે, પરંતુ સુરતમાં ખાસ રાખડીઓ બનાવવામાં આવી છે, જેને દરેક બહેન પસંદ કરી રહી છે. સોના, પ્લેટિનમ અને રિયલ ડાયમંડની રાખડીઓ 500 રૂપિયાથી લઈ 15 લાખ રૂપિયા (Rakhi specialty of real diamond) સુધીની છે. બહેન ઈચ્છે છે કે, ભાઈના કાંડામાં રિઅલ ડાયમંડ (Real Diamond Rakhi) ચમકતો રહે અને ભવિષ્યમાં આ ડાયમંડ કે, સોનું તેના સામે આવી શકે. આ ભાવનાત્મક સંબંધને ભવિષ્ય સાથે જોડીને બહેનો સોના અને હીરાની રાખડીઓ ખરીદવા પહોંચી છે.

પેન્ડલવાળી રાખડીઓ -પેન્ડલવાળી સોના અને હીરાની રાખડીઓ બહેનો પસંદ કરી રહી છે. આ રાખડીની વિશેષતા એ છે કે, સુતરમાં સોનાનું પેન્ડલ હોય છે, જેને રાખડીની જેમ બાંધવામાં (Rakhi specialty of real diamond) આવે છે. થોડો સમય ગયા પછી આ રાખડીમાંથી પેન્ડલ કાઢીને ભાઈ ચેઈનમાં પહેરી શકે છે.

રાખડીમાં રૂદ્રાક્ષ -રાખડીમાં રૂદ્રાક્ષ પણ જોવા મળે છે. સોનાને ચાંદીની રાખડીમાં રૂદ્રાક્ષની માળા પણ આ વખતે છે. આના કારણે જ્વેલર્સ દ્વારા એક બ્રેસલેટ સ્વરૂપમાં બનાવવામાં આવી છે. આમાં નાના-નાના રૂદ્રાક્ષ સોનામાં ગૂથેલા હોય છે.

બ્રેસલેટવાળી રાખડીઓ -બહેનો બ્રેસલેટવાળી રાખડીઓ પણ પસંદ કરી રહી છે, જે પૂર્ણ રૂપે સોનાની હોય છે. આના પર ડાયમંડ જડ્યા હોય છે. આ રાખડીમાં સોનાનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. રાખડી સ્વરૂપે જ્યારે આ બ્રેસલેટ રાખડીને પહેરશે તો ભાઈ આજીવન રાખડીને બ્રેસલેટ સ્વરૂપમાં પહેરી શકે છે.

આ પણ વાંચો-Rakshabandhan 2022 : 1500 રાખડીઓથી સ્વામિનારાયણ ભગવાન સજ્યા, રક્ષાકવચ જશે વિદેશમાં

ધાર્મિક ચિન્હોવાળી રાખડી -ઓમ સ્વસ્તિક, ગણપતિની મૂર્તિ અને મોરપંખ જેવા આકારની રાખડીઓ જે સોના અને ડાયમંડમાં (Demand for Diamond Rakhi) છે. તેની પણ ખૂબ જ ડિમાન્ડ હાલ બજારમાં જોવા (Rakhi specialty of real diamond) મળી રહી છે. જ્વેલર્સ દ્વારા પર્વને ધાર્મિક સ્વરૂપ આપવાનો પણ નક્કી કરાયો છે, આજ કારણ છે કે, અવનવી ડિઝાઇનમાં આ રાખડી મળી રહી છે જે હીરાજડિત છે.

લોકોના બજેટને ધ્યાનમાં રાખી રાખડી તૈયાર કરાઈ - સુરતના જ્વેલર્સ દિપક ચોક્સીએ જણાવ્યું હતું કે, હાલ સોનાને ચાંદીના ભાવમાં સ્થિરતા જોવા (Gold Silver Price Stable) મળી રહી છે. લોકો રક્ષાબંધનના (Raksha Bandhan 2022) પર્વ પર રિઅલ ડાયમંડ સોના અને ચાંદીની રાખડીયો ખરીદી એક પ્રકારે રોકાણ પણ કરી રહ્યા છે. આ વખતે લોકોના બજેટને ધ્યાનમાં રાખીને સારામાં સારી રાખડીઓ સોના, અસલ હીરા અને પ્લેટિનમમાં મળી રહે. તે હેતુથી અનેક રાખડીઓ બનાવી છે. સોનામાં સૌથી સસ્તુ અને ડિઝાઇન વાળી રાખડીઓ 2500 રૂપિયા થી શરૂઆત થાય છે. જ્યારે ચાંદીની રાખડીઓ 500 રૂપિયાથી શરૂ થાય છે.

આ પણ વાંચો-એવી રાખડી કે જે વર્ષો સુધી સાચવી શકાય, આ રીતે તૈયાર કરી પ્રેમની પરિભાષા

અસલ હીરાની રાખડી 15,00,000 રૂપિયા - તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બીજી તરફ રિઅલ ડાયમંડની રાખડીની (Real Diamond Rakhi) કિંમત 1,00,000 રૂપિયાથી 15,00,000 રૂપિયા સુધીની છે. 15 લાખ રૂપિયાની રાખડીમાં (Real Diamond Rakhi) 18 કેરેટના હીરાજડિત છે અને તેમાં દરેક જગ્યાએ માત્ર હીરા જ નજર આવશે. આ બ્રેસલેટ તરીકે પણ ભાઈ ભવિષ્યમાં પહેરી શકે છે. રિઅલ ડાયમંડની સાથોસાથ લેબગ્રોન ડાયમંડની રાખડીઓ (Real Diamond Rakhi) પણ ઉપલબ્ધ છે, જેની કિંમત 3,000થી લઈ 6,000 રૂપિયા સુધીની છે.

ઈન્વેસ્ટમેન્ટ સમાન રહેશે-રક્ષાબંધનના (Raksha Bandhan 2022) પર્વને ધામધૂમથી ઉજવનાર મુંબઈની મહિલા વેપારી હીબા અલી ખાને જણાવ્યું હતું કે, રિઅલ ડાયમંડની રાખડી (Real Diamond Rakhi) ખરીદવા આવી છું, જે તેને આજીવન કામ લાગશે અન્ય રાખડીઓ ભાઈઓ કંઈ પણ મૂકીને ભૂલી જતા હોય છે, પરંતુ મોંઘી રાખડી (Real Diamond Rakhi) રહેશે. તો તે તેની કાળજી પણ લેશે અને ભવિષ્યમાં ઉપયોગી પણ બની રહેશે. એક લાખ રૂપિયાની રાખડી ખરીદી છે જે તેમની માટે રોકાણ સમાન રહેશે.

ABOUT THE AUTHOR

...view details