સુરત : નિરાધાર બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સમાજસેવી, સંસ્થાઓ કે સમાજસેવકો (Raksha Bandhan 2022) અનેક પ્રયત્નો કરતા છે. એમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શીતલ ડી. ચૌધરી અનાથ આશ્રમમાં બાળકોને દર રવિવારે અલગ અલગ એક્ટિવિટી શીખવાડવા (Raksha Bandhan Festival in Surat) માટેનો સમય ફાળવે છે. આ વર્ષે તેમણે દીકરીઓને રાખડી બનાવતા શીખવાડ્યું છે અને તેનું એક્ઝિબિશન પણ રાખ્યું છે. જેને લઈને થનારી આવક દીકરીઓના ખાતામાં જ જમા કરાવાશે.
અનાથાશ્રમમાં દીકરી - શહેરના ગોડાદરા પોલીસ સ્ટેશનના એક પોલીસ સબ ઇન્સ્પેકટર શીતલ ડી.ચૌધરી અને પુણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કામિની ચૌધરીની જોડી રૂસ્તમપુરા વિસ્તારમાં અનાથાશ્રમ ઢીંકા ચિકા ચાર્લી હાઉસ ખાતે બાળકીઓને દર રવિવારના રોજ એક્ટિવિટી કરાવી તેમના હુનરને વાચા આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તહેવાર અનુસાર તેઓ દિકરીઓને અલગ અલગ ક્રાફ્ટની વસ્તુઓ શીખવાડી ભવિષ્યમાં પગભર કઈ રીતે થઈ શકાય એ માટેની તૈયારી (Raksha Bandhan Festival in Surat) કરાવી રહ્યા છે. આ અનાથાશ્રમમાં 5 વર્ષથી લઈને 18 વર્ષ સુધીની દીકરીઓ છે.
આર્થિક રીતે પગભર કરવાનો પ્રયત્ન - શીતલબેનની પોસ્ટિંગ જ્યારે સલાબતપુરામાં હતી તે સમયે 498 (ક) ઝઘડાની ફરીયાદો આવતી હતી. જેને લઇને રૂસ્તમપુરા વિસ્તારમાં તેમણે અને બહેને વિધવા બહેનો, બાળકીઓ અને અન્ય મહિલાઓને જ્વેલરી બનવતા શિખડાવાનું શરૂ કર્યું અને ફેબ્રિક તેમજ ઇમિટેશન જ્વેલરી નેકલેસ, બ્રેસલેટ જેવી વસ્તુઓ શીખવાડીને તેમને આર્થિક રીતે પગભર કરવાનો પ્રયત્ન કર્યો હતો. આજે પણ તેઓ આ કામ કરે છે. જોકે વર્ષ 2021 માર્ચમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે તેઓ અનાથ આશ્રમમાં ગયા હતા. ત્યાં તેમને વિચાર આવ્યો કે આ બાળકીઓ માટે કંઈક કરવું જોઈએ. જેથી તેઓ દર રવિવારે તેમને એક અલગ અલગ એક્ટિવિટી કરાવવાનું નક્કી કર્યું હતું.