સુરતGEBની ચાલુ વીજલાઈનના વાયરોની ચોરી કરતી રાજસ્થાનની કુમાવત ગેંગને (Kumawat gang of Rajasthan) DCB પોલીસે (Surat DCB Police ) ઝડપી પાડી છે. આ ગેંગે સુરત ગ્રામ્ય વિસ્તારમાં 50થી વધુ જગ્યાએ ગુના આચર્યા હોવાની કબુલાત કરી છે. DCB પોલીસને (Surat Crime Cases) બાતમી મળી હતી કે, છેલ્લા ઘણા સમયથી કામરેજ, પલસાણા, કીમ, માંડવી અને બારડોલી વિસ્તારમાં વીજલાઇનના વાયરોની ચોરી કરતી ગેંગ (Power Line Aluminum wire Stealing Gang) સક્રિય છે.
GEBની ચાલુ વીજલાઈનના વાયરોની ચોરી કરતી રાજસ્થાનની કુમાવત ગેંગને DCB પોલીસે ઝડપી પાડી છે. પોલીસે વોચ ગોઠવી આ ગેંગ રાજસ્થાનની હોય અને તેઓ વીજ કંપનીના ચોરી કરેલા તારને ટેમ્પોમાં ભરી વેચવા માટે વાલક ખોલવડ રોડ પર ફરી રહ્યા છે. પૂર્વ બાતમીના આધારે પોલીસે ત્યાં વોચ ગોઠવી આરોપી નારાયણ છીતરમલ કુમાવત, દેવીલાલ બંસીલાલ માલી, દીપક ફતેહલાલ શાહ અને ઉદય ભવરલાલ ગુર્જરને ઝડપી પાડ્યા હતા.
ચાલુ વીજ લાઈનના વાયરોની ચોરીપોલીસે તેઓની પાસેથી 2.04 લાખની કિમતના એલ્યુમિનિયમ તાર, એક ટેમ્પો, એક ફોરવ્હીલ વાન, 3 મોબાઈલ અને રોકડા રૂપિયા 10 હજાર મળી કુલ 4.79 લાખની મત્તા કબજે કરી હતી. આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, નારાયણ કુમાવત રાજસ્થાનના ભીલવાડાનો હોય પોતાની ગેંગના પપ્પુ, કનૈયાલાલ, હેમરાજ અને અન્ય સાગરીતોને લઇ કામરેજમાં રહેતો હતો. પોતાની લાલ કલરની કાર લઈને પોતાના સહ આરોપીઓ સાથે મળી સુરત ગ્રામ્ય જિલ્લામાં કામરેજ, બારડોલી, પલસાણા, માંગરોળ, માંડવી વિગેરે જેવા અલગ અલગ સીમ વિસ્તારમાં દિવસ દરમિયાન રેકી કરતા હતા.
50થી વધારે ચોરીરાત્રીના સમયે ચાલુ વીજલાઈનના વાયરોની ચોરી (Power line Wires Theft ) કરી પોતાની પાસે રહેલા ટેમ્પોમાં ભરી મુકેશ અને દીપકને સસ્તા ભાવે વેચતો હોવાનું કબુલાત કરી હતી. અત્યાર સુધી આશરે સુરત જિલ્લામાં અલગ અલગ જગ્યાએ 50થી વધારે જગ્યાએ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.
એલ્યુમિનિયમના વીજ વાયરોઆરોપીઓ દિવસ દરમિયાન જે જગ્યાએ વીજ વાયરોની ચોરી કરવાની હોય તે જગ્યાની રેકી કરી રાત્રીના સમયે પીકઅપ ડાલા જેવા વાહનોમાં રેકી કરેલી હતી. જગ્યાએ દોરડું વાયરો ઉપર નાખી બન્ને વાયરોને ભેગા કરી ચાલુ વીજલાઈનમાં ફોલ્ટ કરી વાયરોને બંધ કરી દેતા હતા. જેના કારણે વિજવાયરોમાંથી વીજ પ્રવાહ બંધ થઈ જતાં આરોપીઓ થાંભલા પર ચડી મોટી કાતરના હાથા ઉપર PVC પાઈપ ભરાવી કાતર વડે વીજ વાયરો કાપી નાખતા હતા. આ કાપેલા એલ્યુમિનિયમના વીજવાયરોને ટેમ્પામાં ભરી રાત્રીના સમયે જ વેચી સરકારી વીજ કંપનીઓને નુકસાન કરતા હતા.