ગુજરાત

gujarat

ETV Bharat / city

ભારે વરસાદને કારણે રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી - Rainwater flooded the village

સુરત શહેરમાં ભારે વરસાદને કારણે જહાંગીરપુરાથી સારોલી વચ્ચેનો રેલ્વે ઓવરબ્રિજનો ભાગ તૂટી પડતા દોડાદોડી મચી ગઈ હતી. આ ઘટનામાં એક બાઈક ચાલક ઇજાગ્રસ્ત થયો છે. ત્યારે બનાવને લઈને તંત્ર તાત્કાલીક ઘટના સ્થળે દોડીને બનાવનું નિરિક્ષણ કર્યું હતું. railway bridge broken, Rainfall Update in Gujarat, rain in Surat

ભારે વરસાદને કારણે રેલ્વે ઓવરબ્રિજનો બોલી ગ્યા કડાકા
ભારે વરસાદને કારણે રેલ્વે ઓવરબ્રિજનો બોલી ગ્યા કડાકા

By

Published : Aug 18, 2022, 3:26 PM IST

Updated : Aug 18, 2022, 4:04 PM IST

સુરત શહેરમાં ભારે વરસાદને લીધે વહેલી સવારે 4.30 કલાકે જહાંગીરપુરાથી સારોલી વચ્ચેનો રેલ્વે ઓવરબ્રિજનો એક તરફનો ભાગ તૂટી પડ્યો હતો. જોકે આ ઘટનામાં એક બાઈક ચાલક ઇજાગ્રસ્ત થયો તો તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બ્રિજની નીચે હજીરા કંપનીઓમાં માલ સામાન પહોંચાડવા માટે રેલવે ટ્રેક પણ બનાવવામાં આવ્યો છે. વર્ષો જૂનું બ્રિજ હોવાથી માટી ઘસી જતા આ ઘટના બની છે. જેને લઇને એક તરફથી રસ્તો બેસી જતા હાલ તંત્ર દ્વારા બેરીકેટ મૂકીને કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બનાવને લઈને વાહન ચાલકોને પણ ભારે હાલાકીને સામનો કરવાનો વખત આવ્યો છે.

સુરતમાં ભારે વરસાદને લીધે જહાંગીરપુરાથી સારોલી વચ્ચેનો રેલ્વે ઓવરબ્રિજનો એક તરફનો ભાગ તૂટી પડ્યો

આ પણ વાંચો24 કલાકમાં પડેલા વરસાદે 5 વર્ષની કમી દૂર કરી નજારો જોવા જામી લોકોની ભીડ

બ્રિજની કામગીરીસુરત મહાનગરપાલિકા મેયર હિમાલી ભોગવાલા જણાવ્યું હતું કે, જહાંગીરપુરાથી સરોલી તરફનો બ્રિજનો એક ભાગમાં માટી ઘસી જતા આ ઘટના બની છે, પરંતુ હાલ સ્થાનિક અને ગ્રામજનોને કોઈ તકલીફ ના પડે તે માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને બ્રિજનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. જેથી રોજિંદા જીવન માટે જઈ રહેલા ટુ વ્હીલર લોકોને તકલીફ ના પહોંચે તે માટે ફરીથી આ બ્રીજને ચાલુ કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. આવતીકાલ સુધીમાં આ બ્રિજની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.

આ પણ વાચોભારે વરસાદના કારણે ગાડી પાણીમાં ફસાઇ, જૂઓ વીડિયો

તંત્ર અને પોલીસ જહાંગીરપુરાથી સારોલી તરફ જતા બ્રિજનો એક ભાગ ભારે વરસાદને પગલે માટી ધસી જવાને કારણે તૂટી પડ્યો હતો. જેના કારણે તંત્ર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બેરીકેટ લગાવ્યા હતા. તો બીજી બાજુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ઘટના સ્થળે પહોંચીને તેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદના કારણે ક્યાં જમીન પણ પોલી હોય છે. તો બીજી બાજુ થોડુ નબળું ગુણવત્તા વાળું કામના કારણે આ પ્રકારના દ્રશ્યોનો લોકોને સામનો કરવાનો વારો આવતો હોય છે.monsoon 2022 Rainfall Update in Gujarat Rain in Surat Rainwater flooded the village, railway bridge broken, Jahangirpura and Saroli

Last Updated : Aug 18, 2022, 4:04 PM IST

ABOUT THE AUTHOR

...view details