- સુરત શહેરમાં હવામાન આગાહી મુજબ ધમાકેદાર ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી
- શહેરમાં કડાકાભડાકા સાથે જોરદાર વરસાદની બેટિંગ
- સતત વરસાદ વરસવાને કારણે અનેક જગ્યાઓ ઉપર પાણી ભરાયા
સુરત: શહેરમાં બપોરના સમય દરમિયાન જ હવામાન વિભાગની આગાહી મુજબ કડાકાભડાકા સાથે જોરદાર વરસાદની બેટિંગ શરૂ થઇ ચુકી છે. આ સાથે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. ધરતી પુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સતત વરસાદ વરસવાને કારણે શહેરમાં અનેક જગ્યાઓ ઉપર પાણી ભરવાની સમસ્યાઓ સર્જાઈ છે. શહેરના ઉધના, પાંડેસરા, સગરમપુરા, સાલબતપુરા, લીંબાયત જેવા નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી વાહન ચલાકોને ભારે હાલાકી વેઠવી પડી હતી.
આ પણ વાંચો: પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયો 48 ટકા વરસાદ