સુરત છેલ્લા ત્રણ દિવસથી ઉપરવાસમાં સતત વરસાદ વરસવાના (Rain in Surat) કારણે ઉકાઈ ડેમમાં નવા નીર આવ્યા છે. જેથી ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટથી માત્ર 3.50 ફૂટ ડેમ ખાલી રહ્યો છે. ઉકાઈ ડેમની રુલ લેવલ જણાવવા માટે ઉકાઈ ડેમના તંત્ર દ્વારા 1 લાખ 70 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેથી સુરતની તાપી નદી ફરી બે કાંઠે વહેતી થઈ છે. (Tapi river Water revenue)
ઉકાઈ ડેમમાં નવા નીરના વધામણાં, તાપી નદી ફરી થઈ જીવંત તાપી નદીનું રમણીય છેલ્લા ત્રણ દિવસથી ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને ઉકાઈ ડેમના રુલ લેવલ જણાવવા માટે ઉકાઈ ડેમના તંત્ર દ્વારા 1 લાખ 70 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેથી સુરતની તાપી નદી ફરી બે કાંઠે વહેતી થઈ છે. તે ઉપરાંત તાપી નદી ઉપર બનાવવામાં આવેલા કોઝવેની સપાટી વધીને 8.35 મીટરે પહોંચી છે. જોકે તંત્ર દ્વારા તમામ ફલટગેટ ઉપર કંટ્રોલરૂમથી નજર રાખવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત તાપી ફરી બે કાંઠે વહેતી થતાં નદીનું રમણીય દ્રશ્ય જોવામાં આવી રહ્યું છે. (Ukai Dam Water revenue)
સુરતના કોઝવેની સપાટી વધીભારે વરસાદ કારણે હાથનુર ડેમમાંથી અને પ્રકાશા ડેમમાંથી ઉકાઈ ડેમમાં પાણી છોડાઈ રહ્યું છે. તો ઉકાઈ ડેમમાં ગતરોજ સાંજે 1.87 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. તેની સામે સપાટી 341.43 મીટરે પહોંચી છે, ત્યારે હનુર ડેમમાંથી 722466 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. તેમજ કાકરાપારા ડેમની સપાટી 168.10 મીટરે પહોંચી છે, ત્યારે સુરતના કોઝવેની સપાટી વધીને 8.35 મીટરે પહોંચી ગઈ છે. (Rain Forecast in Gujarat)
કેટલો વરસાદ હવામાન વિભાગ દ્વારા 16 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં એક ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. સુરત શહેરના સેન્ટ્રલ ઝોનમાં 8 મીમી, રાંદેર ઝોનમાં 18 મીમી, અઠવા ઝોનમાં 9 મીમી, કતારગામ ઝોનમાં 15 મીમી, લીંબાયત ઝોનમાં 9 મીમી અને વરાછા A-B ઝોનમાં 17 મીમી વરસાદ નોંધાયો છે. (Tapi river surface)