ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં હજુ પણ વરસાદ અને પવનનું જોર

સુરત શહેરમાં તૌકતે વાવાઝોડું ગઈકાલે સુરતના દરિયાકિનારે ટકરાઈ ગયું છે. પણ તેની અસર હજી સમગ્ર શહેરમાં જોવામાં આવી રહી છે. સતત પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.

સુરતમાં હજુ પણ વરસાદ અને પવનનું જોર
સુરતમાં હજુ પણ વરસાદ અને પવનનું જોર

By

Published : May 18, 2021, 9:04 PM IST

  • સુરતમાં સતત પવન અને વરસાદ યથાવત
  • ગઇકાલે વાવાઝોડું પસાર થયાં પછીની સ્થિતિ
  • સુરત ફાયરવિભાગને સતત કોલ મળી રહ્યાં છે
  • વ્યાપકપણે બોર્ડ, બેનરો, વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ

    સુરતઃ તૌકતે વાવાઝોડું ગઈકાલે રાતે જે રીતે સુરતમાં 150થી 185 કિલોમીટર પવનની ગતિ સાથે વરસાદી સાથે ટકરાયું હતું તેની અસર હજી સુધી જોવા મળી રહી છે. સમગ્ર શહેરમાં જોરદાર પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ આજે દિવસ દરમિયાન સાંજ સુધી આ જ પ્રકારનો માહોલ જોવા મળશે. જોકે હાલ 70 થી 80 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે વરસેલા વરસાદમાં સુરત શહેરમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને હાલ પણ વરસાદ વરસી રહ્યો છે.
    મેઇન રોડ પર પડેલાં વૃક્ષો હટાવવા માટે સતત કામ કરી રહ્યાં છે સુરત ફાયરના કર્મીઓ

આ પણ વાંચોઃ તૌકતે ઇફેક્ટ: સુરતમાં ગરનાળા ભરાઈ જતા સીટી બસ ફસાઈ, ટેસ્ટિંગ સેન્ટરનો મંડપ પણ થયો ધરાશાયી

હજી પણ બોર્ડ, બેનરો, વૃક્ષો ધરાશાયી થઇ રહ્યાં છે

હજી પણ સમગ્ર સુરત શહેરમાં સતત ફુંકાઈ રહેલા પવન અને વરસી રહેલા વરસાદને કારણે બોર્ડ, બેનરો, વૃક્ષો ધરાશાયી થવાની ઘટના જોવા મળી રહી છે.જેને પગલે સુરત ફાયર વિભાગને સતત કોલ આવી રહ્યાં છે.જેને કારણે શહેર ફાયર વિભાગ વ્યસ્ત જોવા મળી રહ્યો છે. અમુક વિસ્તારોમાં કાટમાળ હટાવવા માટે ખુદ જનતા પણ આગળ આવી છે. અમુક વિસ્તારોમાં જાહેર જનતા દ્વારા જ નાના વૃક્ષો હોય તો હટાવી લેવામાં આવી રહ્યાં છે.

ફાયર વિભાગ દ્વારા પ્રાથમિકતા અપાઈ

ફાયર વિભાગના ઓફિસર દીપક શકપાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થયાંના કોલ મળ્યાં છે. જોકે જ્યાં મેઇન રોડ પર આવું બન્યું હોય ત્યાં પ્રાથમિકતાના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી અટકી ગયેલો વાહન વ્યવહાર તરત ચાલુ થઇ શકે. જે વિસ્તારોનું જેતે કામ પૂરું થાય તેમ બીજું કામ આપી દેવામાં આવે છે જેથી ઝડપથી શહેરમાં ધરાશાયી થયેલા નાના-મોટા વૃક્ષો, બેનરો, હોર્ડિંગ્ઝ હટાવવાનું કામ પતી શકે. જાહેર જનતાને અપીલ છેકે હાલ શહેરમાં ગમે ત્યારે વૃક્ષો વગેરે ધરાશાયી થઇ રહ્યાં છે તો કામ વગર ઘરની બહાર ન નીકળશો. બહાર જાવ તો હાલ કોઈ પણ ઝાડ નીચેે ઉભા ન રહો. પોતાની સાથે લઈ ગયેલા વાહનો પણ મૂકશો નહી, નહીં તો જાનહાનિ થઇ શકે છે.

આ પણ વાંચોઃ દાદરી ફળિયામાં બે ઘર પર પડ્યું વૃક્ષ

ABOUT THE AUTHOR

...view details