ગુજરાત

gujarat

ETV Bharat / city

Railway Overbridge in Surat : સુરત ઓલપાડ રોડ પર 6 લેનના નવા રેલવે ઓવરબ્રિજની મંજૂરી

સુરત ઓલપાડ રોડ પર 6 લેનનો ઓવરબ્રિજ (Railway Overbridge in Surat) બનાવવાના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે. જુના સરોલી જકાત નાકા પર ટુ લેન બ્રિજ પર ટ્રાફિકનું ભારણ પણ રોજ-બરોજ વધતું રહે છે. તેને લઈને મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (Mukhyamantri Shahari Vikas Yojana) અંતર્ગત મુખ્યપ્રધાન પટેલે મંજુરી આપી છે.

Railway Overbridge in Surat : સુરત ઓલપાડ રોડ પર 6 લેનનો નવો રેલવે ઓવરબ્રિજની મંજુરી
Railway Overbridge in Surat : સુરત ઓલપાડ રોડ પર 6 લેનનો નવો રેલવે ઓવરબ્રિજની મંજુરી

By

Published : Apr 4, 2022, 5:30 PM IST

સુરત : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના આઉટ ગ્રોથ વિસ્તારના કામો અંતર્ગત અર્બન મોબિલીટી ઘટકમાં 64 કરોડના રેલવે ઓવરબ્રિજ બનાવવાના કામને મંજૂરી આપી છે. મુખ્યપ્રધાને આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરીને પરિણામે સુરત ઓલપાડ રોડ પર જુના સરોલી જકાત નાકા પાસે આવેલા હયાત રેલવે ઓવરબ્રિજ સ્થાને નવો 6 લેન ઓવરબ્રિજ (Mukhyamantri Shahari Vikas Yojana) બનાવવાનું કામ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો :સુરતમાં યુવતીનો આત્મહત્યાનો પ્રયાસ, બ્રિજ ઉપર ટોળું જોઈને ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કાફલો રોક્યો

ટ્રાફિકની સમસ્યા હલ - સુરત મહાનગર અને તેના આસપાસના વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કારણે ટ્રાફિકમાં સતત વધારો થતો રહેતો હતો. એટલું જ નહિ, હજીરા સ્થિત ઉદ્યોગના ટેન્કર સહિતના ભારે વાહન કિમ-ઓલપાડ તરફથી આવતા હોવાથી સુરત ઓલપાડને જોડતા હયાત ટુ લેન બ્રિજ પર ટ્રાફિકનું ભારણ પણ રોજ-બરોજ વધતું રહે છે. ત્યારે સમસ્યાના સુચારૂ નિરાકરણ માટે વર્તમાન ટુ લેન બ્રિજના વિસ્તૃતિકરણ કે તેના સ્થાને વધુ ક્ષમતા વાળો નવો બ્રિજ બનાવવો અત્યંત જરૂરી હતો. તેને લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Railway Overbridge in Surat) મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મંજૂરી આપી છે.

આ પણ વાંચો :સુરતમાં પાલ-ઉમરા બ્રિજનું નામ ડો. બાબાસાહેબ આંબેડકર બ્રિજ કરવા બેનર અને આઉટલેટ લગાવી વિરોધ કરાયો

સૌથી વઘુ બ્રિજ સુરત શહેરમાં - સુરત ઓલપાડ રોડ પર જુના સરોલી જકાત નાકા પાસે 6 લેનનો ઓવરબ્રિજ (Surat Olpad Road Overbridge) બનાવવાના કામ માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા રજુ કરવામાં આવેલી દરખાસ્તને મુખ્યપ્રધાન અનુમતિ આપી છે. ઉલ્લેખીય છે રાજ્યમાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા સુરત શહેરમાં રહે છે. અને રાજ્યમાં સૌથી વધુ બ્રિજ પણ (Bridge in Surat city) સુરત શહેરમાં છે. ત્યારે ફરી વિકાસના માર્ગને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે 6 લેનના રેલ્વે ઓવરબ્રિજની મંજૂરી આપી છે.

ABOUT THE AUTHOR

...view details