- સુરતના ભાગલ વિસ્તારમાં માવાના વેપારીઓના ત્યાં દરોડા
- ઘારી બનાવવામાં વપરાતા માવાના સેમ્પલો લેવામાં આવ્યા
- રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરાશે
સુરત: ચંદી પડવા (Chandi Padvo)સહિતના તહેવારો આવતા હોવાને કારણે આરોગ્ય વિભાગ (Health Department) પણ સક્રિય થયું છે. સુરતના આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી મીઠાઈ (Sweets) વિક્રેતાઓ સહિત માવાના વેપારીઓના ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે ભાગલ વિસ્તાર (Bhagal)માં વેપારીને ત્યાં દરોડા પાડી ઘારી બનાવવામાં વપરાતા માવાના સેમ્પલો લઈ તપાસ અર્થે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.
સુરત શહેરના મીઠાઈ વિક્રર્તાઓને ત્યાં દરોડા
રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સુરત મનપાની આરોગ્ય વિભાગની ટીમ આગામી દિવસોમાં આવી રહેલા તહેવારોને કારણે સફાળી જાગી છે. આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સુરત શહેરના મીઠાઈ વિક્રર્તાઓને ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં ચંદી પડવા સહિતના તહેવારો આવતા હોવાને કારણે આરોગ્ય વિભાગ દ્વારા સુરતના ભાગલ વિસ્તારમાં આવેલા માવાના વેપારીઓના ત્યાં દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મીઠાઈ વિક્રેતાઓમાં ફફડાટ