- ચૂંટણી પ્રચાર સભામાં રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ કરી હતી ટિપ્પણી
- સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કર્યો હતો દાવો
- સુરતમાં અમિત ચાવડા, પરેશ ધનાણી સહિતના નેતાઓ આવી પહોંચ્યા
સુરત : ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો છે. જેને લઈને આવતી કાલે એટલે ગુરુવારે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપી શકે છે. રાહુલ ગાંધીના આગમન પૂર્વે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સુરત આવી પહોચ્યા હતા અને સુરતમાં તેમણે મિટીંગ પણ યોજી હતી.
સુરતમાં નોંધાયેલા માનહાનિના કેસની સુનવણી માટે ગુરૂવારે રાહુલ ગાંધી સુરત આવે તેવી શક્યતા અગાઉ આક્ષેપોને નકારીને કેસમાં કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી દાખવી હતી
આજથી ત્રણેક વર્ષ પહેલા કર્ણાટક ખાતે લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો છે. હાલમાં સુરતની ચીફ કોર્ટમાં ચાલી રહેલા આ કેસની કાર્યવાહી દરમિયાન અગાઉ આરોપી રાહૂલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહીને ગુનાના આક્ષેપોને નકારીને કેસમાં કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી દાખવી હતી. આ કેસની સુનવણી દરમ્યાન આવતી કાલે ગુરૂવારે રાહુલ ગાંધી સુરત આવી શકે છે અને કોર્ટમાં હાજર રહી શકે છે. જેને લઈને ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સુરત આવી પહોચ્યા હતા.
સુરત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સાથે યોજી બેઠક
આ કેસ અંગે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીને બદનામ અને હેરાન પરેશાન કરવા માટે આ ખોટા માનહાનિના કેસ કરવામાં આવ્યા છે. આ કેસમાં આગામી 24 તારીખે સુરત કોર્ટમાં હાજરી આપી શકે છે. વિગત વાર પ્રોગ્રામ બની રહ્યો છે. સમગ્ર શહેર કોંગ્રેસ સમિતિ અને સુરતના પ્રજાજનો દ્વારા સત્યની લડાઈ માટે રાહુલ ગાંધી સંઘર્ષ કરી રહ્યા છે. ત્યારે તેમના સમર્થનમાં લોકો જોડાશે. અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી માટે રાહુલ ગાંધીએ અગાઉથી જ ચેતવણી અને સૂચનો આપ્યા હતા પરંતુ સરકારે તે ધ્યાનમાં લીધું ન હતું અને તેનું પરિણામ લોકોની સામે છે. આવનારા સમયમાં દેશને વિઝનવાળા નેતૃત્વની જરૂર છે.