સુરતઃ રઘુવીર સીલીયમ માર્કેટ મેનેજમેન્ટને આગ બુઝાવવાની કામગીરીમાં જોતરાયેલા મેન પાવર, મશીનરી, પાણીચાર્જ પેટે 70 લાખથી વધુ બિલ ફટકારવામાં આવે તેવી શકયતા છે. આ આંકડો વધી પણ શકે છે. ફાયર વિભાગે ભીષણ આગ કાબૂમા લેવા માટે અંદાજે અઢી કરોડ લિટરથી વધુ પાણીનો ઉપયોગ કર્યો છે.
સુડા દ્વારા ફાયર વિભાગની કામગીરી પૂર્ણ કર્યા બાદ રઘુવીર માર્કેટ સીલ કરાયું - surat news
સુરતમાં રઘુવીર સીલીયમ માર્કેટમાં ભીષણ આગની ઘટનામાં મનપાના ફાયર વિભાગે 36 કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. કુલિંગની કામગીરી પુર્ણ થયા બાદ મનપાના ફાયર વિભાગે શુક્રવારે સવારે 10 વાગ્યાની આસપાસ ઘટનાસ્થળેથી બાકી બે ફાયર ફાઈટરો અને ફાયર જવાનોએ પણ પરત લીધા હતા. સુડા દ્વારા ફાયર વિભાગની કામગીરી પૂર્ણ થયા બાદ માર્કેટ સીલ કરી દીધી હતી.
મનપાના ફાયર ફાઈટરો અને અન્ય ઔદ્યોગિક ગૃહોના ફાયર ફાઈટરોમાં પ્રભાવિત માર્કેટની સામે રઘુવીર ડેવલપરની જ એક માર્કેટ, બાજુમાં સંગીની માર્કેટ તથા કુબેરજી માર્કેટમાંથી પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ત્રણ માર્કેટોમાંથી લેવાયેલા પાણીના ચાર્જનો મનપાના બીલમાં સમાવેશ કરાશે. કુલીંગની કામગીરી પુર્ણ થયા બાદ મનપાના ફાયર વિભાગ દ્વારા શુક્રવારે સવારે 10 વાગ્યે ઘટનાસ્થળેથી બાકી બે ફાયર ફાઈટરો અને ફાયર જવાનોએ પણ પરત લીધા હતા.
સુડા દ્વારા ફાયર વિભાગની કામગીરી પુર્ણ થયા બાદ માર્કેટ સીલ કરી દીધી હતી. મુખ્ય પ્રવેશ દ્વાર, ભયજનક ચેતવણી જેવી કોઈપણ વ્યકતિએ રઘુવીર માર્કેટમાં પ્રવેશ કરવો નહીં અને જે વ્યકતિ પ્રવેશ કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.