સુરતશહેરમાં સૌપ્રથમ વખત મહાવીર હોસ્પિટલમાં હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ છોટા ઉદેપુરના રહેવાસી 35 વર્ષીય યુવાનમાં કરવામાં આવ્યું છે. આ હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ડો.અન્વય મુલે, ડો.જગદીશ માંગે, ડો.સંદીપ સિંહા, ડો.રોહિત શેટ્ટી અને તેમની ટીમ દ્વારા કરવામાં (Heart Transplant Surgery)આવ્યું હતું. ગુજરાતમાં સૌપ્રથમ વખત હૃદયના દાનની શરૂઆત (First Heart Transplant Surgery in Gujarat 2022) ડિસેમ્બરે 2015મા સુરતથી થઇ હતી. જગદીશ પટેલ નામના 57 વર્ષીય બ્રેનડેડ વ્યક્તિનું હૃદયનું દાન ડોનેટ (Brain dead person heart donation) લાઈફના માધ્યમથી મહાવીર હોસ્પીટલથી કરવામા આવ્યું હતું. તેનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની ફોર્ટીસ હોસ્પિટલમાં (Fortis Hospital Mumbai) ડો.અન્વય મુલે અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોથેલેસેમિયા ગ્રસ્ત બાળકને વિના ખર્ચે થયું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને મળ્યું જીવતદાન
40 હ્રદયના દાનસુરતથી ગુજરાતમાં અત્યાર સુધી 65 હ્રદયના દાન થયા છે. જેમાંથી 40 હ્રદયના દાન સુરતથી ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી થયા છે. જેનું ટ્રાન્સપ્લાન્ટ દેશના જુદા જુદા શહેરો જેવા કે મુંબઈ, ચેન્નાઈ, દિલ્હી, ઇન્દોર અને અમદાવાદની હોસ્પીટલમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ થયા છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હ્રદય UAE, યુક્રેન અને રશિયાના નાગરિકમાં મુંબઈ અને ચેન્નાઈની હોસ્પીટલમાં ટ્રાન્સપ્લાન્ટ (Transplant at Chennai Hospital) કરવામાં આવ્યા હતા.